બાંગ્લાદેશમાં આતંકવાદીઓના હાથમાં સત્તા, યુનુસે દેશ અમેરિકાને વેચી દીધો: શેખ હસીના
May 25, 2025
ઢાંકા ઃ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશની પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'યુનુસે આતંકવાદીઓની મદદથી બાંગ્લાદેશમાં સત્તા હાંસલ કરી છે અને આમાંના ઘણા આતંકવાદી સંગઠનો એવા છે, જેમના પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત છે.
પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, 'યુનુસે સત્તા કબજે કરવા માટે પ્રતિબંધિત લોકોની મદદ લીધી હતી, જેમનાથી અમે અત્યાર સુધી બાંગ્લાદેશના લોકોને સુરક્ષિત રાખ્યા હતા. માત્ર એક આતંકવાદી હુમલા પછી અમે કડક પગલાં લીધા હતા. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે બાંગ્લાદેશની જેલો ખાલી છે. યુનુસે આવા બધા લોકોને છુટા કરી દીધા છે અને હવે તે આતંકવાદીઓ બાંગ્લાદેશ પર રાજ કરે છે.'
શેખ હસીનાએ વધુમાં કહ્યું, 'આપણા મહાન બંગાળી રાષ્ટ્રનું બંધારણ જે આપણે લાંબા સંઘર્ષ અને મુક્તિ યુદ્ધ દ્વારા હાંસલ કર્યું છે, આ ઉગ્રવાદી નેતા કે, જેમણે ગેરકાયદેસર રીતે સત્તા કબજે કરી છે, તેમને બંધારણને સ્પર્શ કરવાનો અધિકાર કોણે આપ્યો? યુનુસના મુખ્ય સલાહકાર પદ પર રહેવાનો કોઈ આધાર નથી અને તેનું કોઈ અસ્તિત્વ જ નથી.' શેખ હસીનાએ આરોપ લગાવ્યો હતો કે, યુનુસે અવામી લીગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Related Articles
ઇઝરાયલ ઘેરાયું : ઈરાન અને હમાસ બાદ હવે તૂર્કિયે સાથે પણ સીધો ટકરાવ
ઇઝરાયલ ઘેરાયું : ઈરાન અને હમાસ બાદ હવે ત...
Sep 06, 2026
આ યુદ્ધ નથી, નાની વાત છે: ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષ પર ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં હોબાળો!
આ યુદ્ધ નથી, નાની વાત છે: ઈરાન સાથેના સૈ...
Sep 05, 2026
તિબેટમાં 5.0ની તીવ્રતાના ભૂકંપ વચ્ચે હિમશિખરો તૂટવાનો ભય
તિબેટમાં 5.0ની તીવ્રતાના ભૂકંપ વચ્ચે હિમ...
Sep 04, 2026
અમેરિકામાં બાળકનો પાસપોર્ટ બનાવવા માતા-પિતાએ નાગરિકતાનો પુરાવો આપવો પડશે! ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
અમેરિકામાં બાળકનો પાસપોર્ટ બનાવવા માતા-પ...
Sep 02, 2026
હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકા-ઈરાન યુદ્ધ ફાટ્યું, તેહરાનના 10 ઠેકાણા પર હુમલો, 5ના મોત
હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકા-ઈરાન યુદ્ધ...
Sep 02, 2026
અમેરિકાની ચિંતા વધારતી ત્રિપુટી! કિર્ગિસ્તાનમાં જૂના મિત્રોની જેમ મળ્યા ભારત, રશિયા અને ચીનના વડા
અમેરિકાની ચિંતા વધારતી ત્રિપુટી! કિર્ગિસ...
Sep 01, 2026
Trending NEWS
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
03 September, 2026