પ્રશાંત કિશોર ઘર સિવાય તમામ સંપત્તિ અને 90% કમાણીનું પાર્ટીને દાન કરશે
November 21, 2025
બિહાર વિધાનસભા ચૂંટણીમાં 238 બેઠકો લડીને ઝીરો પર આઉટ થયેલી જન સુરાજ પાર્ટી (JSP)ના નેતા પ્રશાંત કિશોરે પાર્ટી ચલાવવા માટે દિલ્હીનું એક ઘર છોડીને તમામ સંપત્તિ પાર્ટીને દાન કરવાની જાહેરાત કરી દીધી છે. પ્રશાંતે આ સાથે જ પોતાના આવનારા પાંચ વર્ષ સુધી સલાહ આપવાની બદલે કમાણીનો 90 ટકા ભાગ જન સુરાજને ડોનેટ કરવાની જાહેરાત કરી છે. પાર્ટીની હાર માટે ચંપારણના ગાંધી આશ્રમમાં 24 કલાકના પ્રાયશ્ચિત ઉપવાસ તોડ્યા બાદ પ્રશાંત કિશોરે 15 જાન્યુઆરીથી બિહારમાં નવેસરથી પાર્ટીનું અભિયાન શરૂ કરવાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, જન સુરાજી એક-એક વોર્ડમાં જશે અને સરકારી વચન પર અમલવારી કરાવશે. પાર્ટી મહિલાઓનું ફોર્મ ભરાવશે, જેથી તેમને 10 હજાર મળે અથવા બાદમાં મળનારા 2 લાખ રૂપિયા પણ સરકાર આપે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, મહિલાઓને 10 હજાર આપતા સમયે કોઈ શરત મૂકવામાં નહતી આવી પરંતુ, 2 લાખ રૂપિયા આપવાના નામે અધિકારી શરત જણાવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની જે શરત મૂકી છે, તે શરતના અનુસાર, બિહારની દોઢ કરોડ મહિલાઓ પાસેથી ફોર્મ ભરાવીને જમા કરાવવું જન સુરાજના કાર્યકર્તાઓની જવાબદારી છે. રાજ્યના 1 લાખ 18 હજાર વોર્ડમાં જઈને ફોર્મ ભરાવશે અને જમા કરાવશે. 2 લાખ રૂપિયા મળશે અથવા તેમને પાઠ ભણવા મળશે કે, ભવિષ્ટમાં ભૂલથી પણ મત વેચવાનો નથી.
પાર્ટીને આગળ ચલાવવા માટે સંસાધન અને પૈસાની જરૂરિયાત પર ચર્ચા કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, 20 વર્ષમાં મેં જે પણ કમાયું છે, દિલ્હીનું એક ઘર પરિવાર માટે છોડીને બાકીની તમામ ચલ-અચલ સંપત્તિને જન સુરાજને દાન કરી રહ્યો છું. આવનારા 5 વર્ષ સુધી પણ હું જે કમાઇશ, તેનું ઓછામાં ઓછું 90 ટકા પાર્ટીને દાન કરીશ. આ સિવાય સામાન્ય લોકોને અપીલ કરૂ છું કે, વર્ષમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું દાન જન સુરાજને કરો. હવે હું ફક્ત એવા જ લોકોને મળીશ, જે વર્ષમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા જન સુરાજને દાન કરશે. હવે સંઘર્ષનો સમય શરૂ થઈ રહ્યો છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026