બિહારમાં પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ કેસ દાખલ
October 12, 2025
રાઘોપુર- જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી
પ્રચાર કરી રહેલા પ્રશાંત કિશોર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વૈશાલી જિલ્લાના રાઘોપુર પોલીસ સ્ટેશનમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.
આરોપ છે કે પ્રશાંત કિશોર શનિવારે જ્યારે રાઘોપુર પહોંચ્યા, ત્યારે તેઓ સેંકડો વાહનોના કાફલા સાથે હતા, જે આચાર સંહિતાનો ભંગ ગણાય છે. અંચલાધિકારી (Circle Officer)ની અરજીના આધારે આ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રશાંત કિશોરે શનિવારે આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવના ગઢ ગણાતા રાઘોપુર વિધાનસભા વિસ્તારથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. આ વિસ્તાર પટનાથી લગભગ 50 કિલોમીટર દૂર ગંગાની બીજી પાર આવેલો છે અને તેજસ્વી યાદવનો પારંપરિક મતવિસ્તાર માનવામાં આવે છે. રાઘોપુરમાં કાર્યકર્તાઓએ ઢોલ-નગારા અને ફૂલ-હારથી પ્રશાંત કિશોરનું જોરદાર સ્વાગત કર્યું હતું.
પ્રશાંત કિશોરે રાઘોપુરના લોકોને સંબોધતા તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "તમારા ધારાસભ્ય (તેજસ્વી યાદવ) બે વખત નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શું તેમણે ક્યારેય તમારી સમસ્યાઓ સાંભળી છે?" જેના જવાબમાં ઘણા ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ તેજસ્વી યાદવને મળી પણ શકતા નથી.
રાઘોપુર રવાના થતા પહેલા પટનામાં પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે તેઓ તેજસ્વી યાદવને તેમના જ ક્ષેત્રમાં અમેઠી જેવી હાર આપશે. તેમણે કહ્યું કે, " એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તેજસ્વી યાદવ આ વખતે બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. જો તેમને ડર લાગતો હોય તો બે જગ્યાએથી લડી લે. પરંતુ રાઘોપુરમાં તેમની હાલત 2019માં રાહુલ ગાંધી જેવી થશે, જ્યારે તેઓ બે બેઠકો પરથી લડ્યા હતા અને અમેઠી હારી ગયા હતા."
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026