રીવામાં ગાંડીતૂર બનેલી નદીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ન પહોંચાડી શકાતા મોત
July 15, 2025

વિંધ્ય : મધ્ય પ્રદેશના વિંધ્ય વિસ્તારમાં લીલા સાહૂના ગામના રસ્તા વકરી રહ્યો છે. સોમવારે રીવામાં ડિલિવરી માટે હોસ્પિટલ જઈ રહેલી પ્રસૂતાનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ગર્ભવતી મહિલાને લઈ જતું વાહન મુશળધાર વરસાદને કારણે ભરાયેલી નદી પાર કરી શક્યું નહીં.
મળતી માહિતી મુજબ, ભનિગંવા ગામની રહેવાસી પ્રિયા રાની કોલની ગર્ભાવસ્થા દરમિયાન અચાનક તબિયત લથડી હતી. પરિજન તેને જવા ખાતે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં મહના નદી વરસાદના કારણે છકલાઈ હતી અને તમામ લોકો એક બાજુ અટકી ગયા હતા. આશરે બે કલાક સુધી પ્રિયા રાની પ્રસવ પીડાથી તડપતી રહી. આ દરિમાયન ગામના એક ઝોલા છાપ ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો, જેણે પ્રસૂતાના મૃત્યુની પુષ્ટિ કરી.
પરિજનોએ જણાવ્યું કે, સોમવારે (14 જુલાઈ) અચાનક પ્રિયા રાનીને પ્રસવ પીડા ઉપડી. ત્યારબાદ ઘરના લોકો તેને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા. જોકે, પૂરના કારણે હોસ્પિટલમાં પહોંચવામાં મુશ્કેલી આવી અને તબિયત વધુ ખરાબ થતા પ્રસૂતાનું અડધા રસ્તે જ મોત નિપજ્યું.
પ્રિયાના સસરાએ જણાવ્યું કે, પૂરના કારણે પરિવારે આશરે 40 કિલોમીટરનો ચક્કર લગાવીને મહિલાના મૃતદેહને પિયરથઈ સાસરે લવાયો, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગ્રામીણોએ આ વિસ્તારમાં ખરાબ રસ્તાને લઈને તંત્ર પર આરોપ લગાવ્યો છે. ગ્રામીણોનું કહેવું છે કે, દર વર્ષે વરસાદમાં આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં નથી આવતી.
Related Articles
રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન
રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્...
Jul 15, 2025
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગ...
Jul 15, 2025
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે 'U' આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં...
Jul 15, 2025
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકર...
Jul 15, 2025
સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત: ઉજ્જવલ નિકમ
સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત...
Jul 15, 2025
Trending NEWS

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025