અમેરિકામાં ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈયાર, 18 હજાર ભારતીયોને ઘરભેગા કરશે ટ્રમ્પ
December 13, 2024
મેક્સિકો : અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના દિવસે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ કર્યા બાદ અમેરિકાના ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટો નિર્ણ લેવાનો સંકલ્પ કર્યો છે. જેની તૈયારી માટે ICE (U.S. Immigration and Customs Enforcement)ના દેશનિકાલા (Deportation) માટે લગભગ 15 લાખ વ્યક્તિઓની યાદી તૈયારી કરી છે. તેમાંથી લગભગ 18 હજાર ભારતીય નાગરિકનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ 18 હજાર ભારતીયોના માથે દેશનિકાલાની તલવાર લટકી છે.
નવેમ્બર, 2024માં રજૂ કરવામાં આવેલા ICE ના અનુસાર, અમેરિકામાં અંતિમ દેશનિકાલાના આદેશ સાથે 15 લાખ વ્યક્તિઓમાંથી 17, 940 ભારતીયો સામેલ છે. Pew Research Center ના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ 7,25,00 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીય છે. જે મેક્સિકો અને અલ સાલ્વાડોરની પછી ત્રીજા નંબરની સૌથી મોટી ગેરકાયદેસર ઇમિગ્રન્ટની વસતી બની ગઈ છે. નોંધનીય છે કે, ઓક્ટોબરમાં આ ડેટા જાહેર થયા તે પહેલા, અમેરિકાએ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના દેશનિકાલ માટે ચાર્ટર્ડ ફ્લાઇટનો ઉપયોગ કર્યો હતો. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના જણાવ્યા અનુસાર, 22 ઓક્ટોબરે ભારત મોકલવામાં આવેલી ફ્લાઇટનું આયોજન ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ગેરકાયદેસર રીતે અમેરિકાની સરહદો પાર કરવાનો પ્રયાસ કરતી વખતે સરેરાશ 90,000 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આમાંથી મોટાભાગના પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશના ભારતીયો છે.
Related Articles
લોસ એન્જલસમાં ફરી આગ ભડકી, 8000 એકરથી વધુ જંગલ ખાક, 31000 લોકોનું સ્થળાંતર
લોસ એન્જલસમાં ફરી આગ ભડકી, 8000 એકરથી વધ...
'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવા સામે 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા
'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ...
Jan 22, 2025
અમેરિકામાં હવે 4 દેશોમાંથી ઈમિગ્રેશન પર રોક, ટ્રમ્પ પ્રમુખ બનતાં યુરોપિયન દેશો પણ ચિંતામાં
અમેરિકામાં હવે 4 દેશોમાંથી ઈમિગ્રેશન પર...
Jan 22, 2025
સંજય રોયને ફાંસી માટે મમતા સરકારની HCમાં અપીલ
સંજય રોયને ફાંસી માટે મમતા સરકારની HCમાં...
Jan 22, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં : 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની ફિરાકમાં
ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં : 1 ફેબ્રુઆર...
Jan 22, 2025
અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર સાથે માર્કો રુબિયોની બેઠક
અમેરિકા માટે ભારત મહત્ત્વનું, એસ.જયશંકર...
Jan 22, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 23, 2025