રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SHANTI બિલને મંજૂરી આપી, ન્યૂક્લિયર સેક્ટરમાં પ્રાઈવેટ કંપનીઓ માટેનો રસ્તો ખૂલ્યો

December 22, 2025

રાષ્ટ્રપતિ દ્રૌપજી મુર્મુએ SHANTI ( સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા) બિલને મંજૂરી આપી દીધી છે. એક સરકારી પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ શનિવારે SHANTI બિલને મંજૂરી આપી હતી. સંસદમાં આ કાયદાને શિયાળુ સત્ર દરમિયાન પાસ કરવામાં આવ્યો હતો.

SHANTI બિલ સિવિલ ન્યૂક્લિયર સેક્ટરને કંટ્રોલ કરનારા તમામ કાયદાને સમેટીને પ્રાઈવેટ કંપનીઓ માટે રસ્તા ખોલે છે. આ બિલ 1962ના એટોમિક એનર્જી એક્ટ 2010ના ન્યૂક્લિયર ડેમેજ માટે સિવિલ લાયેબિલિટિ એક્ટને પણ ખતમ કરે છે. આ અંગે સરકારે કહ્યું હતું કે, દેશમાં પરમાણુ ઉર્જાના વિકાસમાં આ કાયદાને કારણે રોક લાગેલી હતી. નવા કાયદા હેઠળ પ્રાઈવેટ કંપનીઓ અને સંયુક્ત સાહસ સરકાર પાસેથી લાઈસન્સ લઈને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવી શકે છે. SHANTI બિલ એવું પણ સ્પષ્ટ કરે છે કે, રણનૈતિક અને સંવેદનશિલ ગતિવિધિઓ રાજ્યના કંટ્રોલમા રહેશે.

યુરેનિયમ અને થોરિયમનું ખનન, એનરિચમેન્ટ, આઈસોટોપિક સેપરેશન, ઉપયોગમાં લેવાયેલા ફ્યૂઅલનું રિપ્રોસેસિંગ, હાઈ લેવલ રેડિયોએક્ટિવ કચરાનું મેનેજમેન્ટ અને ભારે પાણીનું પ્રોડક્શન માત્ર કેન્દ્ર સરકાર અને સરકારી માલિકીની કંપનીઓ દ્વારા જ કરવામાં આવશે. SHANTI લાગુ થવાથી ભારતના સિવિલ ન્યૂક્લિયર ફ્રેમ વર્કમા મોટો બદલાવ આવ્યો છે. જેમાં સરકારે વીજળી ઉત્પાદન માટે પ્રાઈવેટ કંપનીના રસ્તા ખોલી નાંખ્યા છે. જ્યારે ન્યૂક્લિયર ફ્યૂઅલ સાઈકલના જરૂરી આયામો પર પોતાનો કંટ્રોલ બનાવી રાખ્યો છે.