પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત બગડી, એરલિફ્ટ કરીને મોહાલી લઈ જવાયા
February 15, 2026
ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત અચાનક લથડી હતી. તેઓ સંગરૂરમાં આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સાથે એક કાર્યક્રમમાં હાજર હતા. તબિયત લથડતા તેમને એરલિફ્ટ કરીને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ ડોક્ટરોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.
મુખ્યમંત્રી જ્યારે સંગરૂરના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને મોહાલી લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાની સાથે જ નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું મેડિકલ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનું બ્લડ પ્રેશર (BP) અચાનક વધી ગયું હતું, જોકે હવે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ રાહત અનુભવી રહ્યા છે.
સીએમ ભગવંત માન આજે સંગરૂરની મુલાકાતે હતા. તે પહેલાં તેમણે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સંગરૂરના ધૂરીમાં આવેલા પ્રાચીન શ્રી રણકેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. અહીં તેમણે ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેઓ રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હતા, જે દરમિયાન અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
Related Articles
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026