Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

વાયનાડમાં રાહુલ ગાંધીનો નવો અંદાજ, કહ્યું- તમે મારી રાજનીતિ બદલી નાખી

November 11, 2024

વાયનાડ : કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ તેમની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી બહેન માટે ચૂંટણી પ્રચાર કરવા માટે આજે વાયનાડ પહોંચ્યા હતા, જ્યાં તેમનો નવો જ અંદાજ જોવા મળ્યો છે.


કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ આજે સુલ્તાન બાથરીમાં રોડ-શો કર્યો હતો, જેમાં ઉપસ્થિત રહેલા રાહુલ ગાંધી ‘આi લવ વાયનાડ’ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી બહેન પ્રિયંકા માટે વાયનાડમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વાસ્તવમાં લોકસભા ચૂંટણી-2024માં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડમાંથી જીતી ગયા હતા, જો કે તેમણે બંનેમાંથી એક બેઠક વાયનાડ છોડવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે કોંગ્રેસે વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યા છે.
વાયનાડમાં રોડ-શો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘વાયનાડના લોકોએ મને એટલો પ્રેમ અને સ્નેહ આપ્યો કે મારી રાજનીતિ બદલાઈ ગઈ. મને સમજાયું કે નફરત સામે લડવાનું એકમાત્ર હથિયાર સ્નેહ છે. મેં રોડ-શોની શરુઆતમાં જોયું કે, લોકો મને ગળે લગાવી રહ્યા હતા, ત્યારે હું કહી રહ્યો હતો કે, હું તમને પ્રેમ કરું છું અને તેઓ મને કહેતા હતા કે, અમે તમને પ્રેમ કરીએ છીએ.’