રાહુલ ગાંધીનો રણકારઃ 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ, 1 વર્ષમાં પડી જશે NDA સરકાર!
May 24, 2026
નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યાં સુધી મજબૂત વ્યવસ્થા નહીં બને ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહારો કર્યા, અને કહ્યું કે કોંગ્રેસ ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, અને પરીક્ષાની પદ્ધતિને પારદર્શક અને સુરક્ષિત નહીં બનાવે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હૈદરાબાદના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પેપરલીકને લઈને નારેબાજી કરીને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર સામે પણ વિદ્યાર્થીઓ નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે, લાખો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હોય, 22 લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર લાગ્યુ હોય અને વડાપ્રધાન ચૂપ રહે, તો એ વાત સ્પષ્ટ છે કે સરકાર જવાબ આપવાના બદલે બચાવ કરવામાં લાગી છે. તેમણે કહ્યુ છે કે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે અને નીટ જેવા પેપરલીકને રોકવામાં મજબૂત અને ફુલપ્રુફ વ્યવસ્થા લાગૂ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ યથાવત રહેશે. મહત્વનું છે કે કોંગ્રેસ સતત નીટ-યુજી પરીક્ષા રદ્દ થવાને પગલે શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા બનાવી રાખવામાં નિષ્ફળ નીવડી છે.
Related Articles
'આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના તીખા પ્રહાર
'આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમા...
May 20, 2026
ઇ-ફાર્મસીના વિરોધમાં આજે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાળ, દેશભરમાં 15 લાખથી વધુ દવાની દુકાનો બંધ રહેશે
ઇ-ફાર્મસીના વિરોધમાં આજે કેમિસ્ટોની દેશવ...
May 20, 2026
પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો: 'આગામી દિવસોમાં કેન્દ્રમાંથી પણ ભાજપ સરકાર હટી જશે'
પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્...
May 20, 2026
એમએ ઇતિહાસની પરીક્ષામાં બ્રાહ્મણવાદી પિતૃસત્તા અંગે સવાલ પૂછાતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભારે હોબાળો
એમએ ઇતિહાસની પરીક્ષામાં બ્રાહ્મણવાદી પિત...
May 20, 2026
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાન...
May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે...’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસ...
May 19, 2026
Trending NEWS
20 May, 2026
20 May, 2026