રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી
August 25, 2026
રાજસ્થાન હાઈકોર્ટે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શાળાઓમાં જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે શાળાની કેન્ટીન ઉપરાંત શાળાના દરવાજાથી 50 મીટરની ત્રિજ્યામાં પણ આવા ખાદ્ય પદાર્થોના વેચાણ પર રોક લગાવી છે. જસ્ટિસ અનુપ કુમાર ધાંડની અધ્યક્ષતાવાળી બેન્ચે સોમવારે શાળાઓ અને તેની આસપાસ જંક ફૂડની ઉપલબ્ધતા તેમજ બાળકોમાં વધી રહેલા સ્ક્રીન ટાઇમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્ટે શાળાઓમાં ચરબી, ખાંડ અને મીઠાનું પ્રમાણ વધુ હોય તેવા ખાદ્ય પદાર્થોના વેચાણ પર કડક પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યો છે. તેમાં કાર્બોનેટેડ પીણાં, ચિપ્સ, ટ્રાન્સ ફેટ ધરાવતા બેકરી ઉત્પાદનો સહિત અન્ય જંક ફૂડનો સમાવેશ થાય છે. નિયમોના પાલનની ખાતરી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને તાલુકા શિક્ષણ અધિકારીઓને દર મહિને નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
કોર્ટે નોંધ્યું કે શાળાઓમાં સલામત અને સંતુલિત ખોરાક ઉપલબ્ધ કરાવવા માટે 2020માં માર્ગદર્શિકા બનાવવામાં આવી હતી, પરંતુ છ વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં તેનો અસરકારક અમલ થયો નથી. હવે દરેક શાળાએ 4 અઠવાડિયાની અંદર શાળા ખાદ્ય સુરક્ષા અને પોષણ સમિતિની રચના કરવાની રહેશે. આ ઉપરાંત 8 અઠવાડિયાની અંદર મેનૂ બોર્ડ લગાવવું પડશે, જેમાં કેન્ટીનમાં વેચાતી દરેક ખાદ્ય વસ્તુની કેલરી, ઘટકો અને પોષક માહિતી દર્શાવવાની રહેશે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026