રતન ટાટાની તબીયત લથડી, બ્લડ પ્રેશર લૉ થઈ જતાં મુંબઈની હોસ્પિટલ દાખલ કરાયા

October 07, 2024

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 86 વર્ષીય  રતન નવલ ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર તેમને બ્લડ પ્રેશર ખૂબ જ લો થઇ જતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

 કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શાહરુખ અસ્પી ગોલવાલાના નેતૃત્વમાં ડૉક્ટરની ટીમ હાલમાં તેમની ટ્રીટમેન્ટ કરી રહી છે. હાલમાં રતન ટાટાની તબીયત પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હજુ ડૉક્ટરોએ તેમના સ્વાસ્થ્ય અંગે વધુ વિગતો શેર કરી નથી.