ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીના ઈન્ડિયા ગેટના વખાણ કર્યા, પછી કહ્યું- અમારું તો આનાથી પણ જોરદાર બનશે
February 03, 2026
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટના વખાણ કરતી એક પોસ્ટ કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા ટ્રમ્પે 1921 ના યુદ્ધ સ્મારકની તસવીર સાથે લખ્યું કે, "ભારતનું સુંદર સ્થાપત્ય, પરંતુ આપણું સૌથી મહાન હશે." અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડી.સી.માં એક સ્મારક બનાવવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, એક ભવ્ય સ્થાપત્ય વોશિંગ્ટનમાં હોવું જોઇએ, જે પોતાનામાં જ સૌથી વિશાળ હોય. 'એરફોર્સ વન'માં પત્રકારો સાથે વાત કરતા તેમણે તર્ક આપ્યો કે, અમેરિકી રાજધાનીમાં એક ભવ્ય સ્મારક હોવું જોઇએ. તેના એક દિવસ બાદ તેમણે ભારતના ઇન્ડિયા ગેટની તસવીર શેર કરીને આ કેપ્શન લખ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, "સમગ્ર વિશ્વમાં 57 શહેરો છે. જેમાં આ પ્રકારના સ્થાપત્ય છે. વોશિંગ્ટન ડી.સી. એકમાત્ર મુખ્ય શહેર છે જ્યાં આવું કોઇ સ્થાપત્ય નથી. હું ઇચ્છું છું કે આવું એક સ્થાપત્ય વોશિંગ્ટનમાં હોય અને તે સૌથી વિશાળ હોય. આપણે વિશ્વની સૌથી મોટી શક્તિ છીએ. વોશિંગ્ટનમાં હાલ કોઇ વિજય સ્મારક (Victory Arch) નથી, જ્યારે અનેક શહેરોમાં યુદ્ધો તથા રાષ્ટ્રીય ઉપલબ્ધિઓ દર્શાવતા અનેક સ્થાપત્યો બનેલા છે." ટ્રમ્પે અગાઉ પણ જણાવ્યું હતું કે, ઇન્ડિયા ગેટ જેવું એક ભવ્ય સ્થાપત્ય 4 જુલાઇ, 2026 ના રોજ અમેરિકાની 250 મી વર્ષગાઠના સમારોહનો હિસ્સો હશે. એક ખાનગી સમાચાર એજન્સીના એક રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવિત સ્મારક એક કાયમી સ્થાપત્ય હશે. ડિસેમ્બરમાં ટ્રમ્પે 'પોલિટિકો'ને જણાવ્યું હતું કે, તેમને આશા છે કે આ નિર્માણ કાર્ય બે મહિનાની અંદર શરૂ થઇ જશે. ગત થોડા મહિનાઓથી ટ્રમ્પની ઓવલ ઓફિસમાં પ્રસ્તાવિત સ્મારકની અનેક ડિઝાઇન રજૂ કરવામાં આવી ચૂકી છે. વ્હાઇટ હાઉસમાં 200 કરોડ ડોલરના બેન્ક્વેટ હોલના નિર્માણ માટે નાણાં એકત્ર કરનારા દાનદાતાઓની સાથે ડિનર દરમિયાન તેમને સ્ટ્રક્ચરના નાના મોડલ દેખાડવામાં આવ્યા હતા. મોડલને હાથમાં પકડીને ટ્રમ્પે કહ્યું કે, "નાનું, મધ્યમ કે વિશાળ - કોઇ પણ હોય, તમામ સારા લાગે છે. મને લાગે છે કે સૌથી વિશાળ મોડલ શ્રેષ્ઠ છે." આ ડિઝાઇન પેરિસના 'આર્ક ડી ટ્રાયમ્ફ'થી પ્રેરિત છે અને લિંકન મેમોરિયલ સામે પોટોમેક નદી કિનારે બને તેવી શક્યતા છે.
Related Articles
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત,...
May 01, 2026
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની...
May 01, 2026
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500...
May 01, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026