RCBએ ઈતિહાસ રચ્યો, બીજી વખત ચેમ્પિયન બન્યું, દિલ્હીની હાર, સ્મૃતિ-જોર્જિયાની તોફાની બેટિંગ
February 06, 2026
વડોદરાના કોટામ્બી સ્ટેડિયમ ખાતે રમાયેલી વુમન પ્રીમિયર લીગ (WPL) 2026ની હાઈવોલ્ટેજ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવીને બીજી વખત ચેમ્પિયન બન્યું છે. દિલ્હીએ આપેલા 204 રનનો વિશાળ લક્ષ્યાંક બેંગલુરુએ છેલ્લા ઓવરના ચોથા બોલે હાંસલ કર્યો હતો. બેંગલુરુ અગાઉ 2024માં ટાઈટલ જીત્યું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ સતત ચાર સિઝન ફાઈનલમાં પહોંચવા છતાં ફરી એકવાર ટ્રોફી જીતવાથી વંચિત રહી ગયું છે.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી અને ગ્રેસ હેરિસ માત્ર 9 રને આઉટ થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ કેપ્ટન સ્મૃતિ મંધાના અને જોર્જિયા વોલે બાજી સંભાળી હતી. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 92 બોલમાં 165 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ હતી, જે વુમન પ્રીમિયર લીગમાં કોઈ પણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. વોલે 54 બોલમાં 79 રનનું પ્રદાન આપ્યું હતું, જ્યારે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રનની આક્રમક ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરમાં જીત માટે 10 રનની જરૂર હતી ત્યારે રાધા યાદવે બે ચોગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી.
આ અગાઉ દિલ્હી કેપિટલ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 203 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી કેપ્ટન જેમિમા રોડ્રિગ્સે સૌથી વધુ 37 બોલમાં 57 રન ફટકાર્યા હતા. ઓપનર લોરા વોલ્વાર્ટે 44 રન અને લિઝેલ લીએ 37 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે અંતિમ ઓવરોમાં ચિનેલે હેનરીએ માત્ર 15 બોલમાં અણનમ 35 રન ઝૂડી કાઢ્યા હતા. બેંગલુરુ તરફથી નાદિન ડિક્લર્ક, સયાલી સતઘરે અને અરુંધતી રેડ્ડીએ એક-એક વિકેટ ઝડપી હતી.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026