સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું 'શું અમે આતંકવાદી છીએ?', નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો
August 05, 2025
સંસદના ચોમાસુ સત્રમાં આજે રાજ્યસભામાં શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે સુરક્ષાને લઈને ભારે હોબાળો થયો હતો. ગૃહના નેતા જેપી નડ્ડાએ દરમિયાનગીરી કરતા કહ્યું, 'હું 40 વર્ષથી વિપક્ષમાં બેઠો છું, ગૃહ કેવી રીતે ચાલે છે તે અંગે મારી પાસેથી ટ્યુશન લો.' તેમનું નિવેદન વિપક્ષ પર સીધો હુમલો હતો, જેમાં તેમણે વિપક્ષની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષના નારા લગાવવા પર ભાજપના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, 'જ્યારે સત્ય સાંભળવાની તાકાત ન હોય ત્યારે આવું થાય છે. કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવી એ અલોકતાંત્રિક છે.'
વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, રાજ્યસભાના ઉપસભાપતિ અને ગૃહના નેતા જેપી નડ્ડા વચ્ચે ચર્ચા ત્યારે વધુ તીવ્ર બની જ્યારે ખડગેએ ગૃહમાં CISFની તૈનાતી અંગે પ્રશ્ન ઉઠાવ્યો. ખડગેએ પૂછ્યું, શું અમિત શાહ આ ગૃહ ચલાવી રહ્યા છે કે તમે?' વિરોધ કરવાનો અમારો અધિકાર છે, કોઈને તેની સામે કેમ વાંધો હશે. જો તમે CISF લાવો છો, તો શું અમે આતંકવાદી છીએ? તમે પોલીસ અને સૈન્ય લાવીને ગૃહ ચલાવવા માંગો છો. આ દરમિયાન ખડગેએ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગૃહમાં વિરોધ પ્રદર્શન લોકશાહીનો એક ભાગ છે.
મલ્લિકાર્જુન ખડગેએ જે અરુણ જેટલીનો ઉલ્લેખ કર્યો છે, તેના પર જે.પી. નડ્ડાએ કહ્યું કે, 'ડિસ્ટર્બન્સ (વિક્ષેપ) કરવાના બીજા પણ ઘણા રસ્તા છે, એટલે તમારે અમારી પાસેથી ટ્યુશન લેવું જોઈએ. જો તમે લાકડી ઉછાળો અને તે લાકડી મારી નાક પર વાગે તો તમારી લોકશાહી ત્યાં જ ખતમ થઈ જાય છે. તેથી, વિપક્ષની લોકશાહી ત્યાં જ સમાપ્ત થઈ જાય છે, જ્યારે તમે તમારી જગ્યા છોડીને કોઈની પાસે આવીને સૂત્રોચ્ચાર કરો છો અને જે બોલી રહ્યો છે, તેને રોકો છો. આવું કરવું એ લોકશાહીનો ભાગ નથી.'
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026