સાઉદીની પહેલી લક્ઝરી ટ્રેન 'ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ' દોડવા તૈયાર

March 19, 2024

સાઉદી અરેબિયાની 'ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ' ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડવા જઈ રહી છે, તેના માટે ટિકિટ બુકિંગ 2024ના અંતમાં શરૂ થશે. આ ટ્રેનની સફર રોમાંચથી ભરપૂર હશે. સાઉદીની નવી અને ભવ્ય ટ્રેન પુરી તાકાતથી પાટા પર ઉતરવા આતુર છે. આ ટ્રેન 'વેનિસ સિમ્પલોન-ઓરિએન્ટ-એક્સપ્રેસ અને રોયલ સ્કોટ્સમેન' જેવી ક્લાસિક ટ્રેનોને મજબૂત સ્પર્ધા આપી શકે છે. મિડલ ઈસ્ટની આ પહેલી લક્ઝરી ટ્રેનને ‘ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ’ નામ આપવામાં આવ્યું છે.

આશા રાખવામાં આવી રહી છે કે સાઉદી 'ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ' લક્ઝરી ટ્રેન જેવા વધુ રેલ પ્રોજેક્ટ્સ લાવી શકે છે. કારણ કે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દેશમાં પ્રવાસનને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. હાલમાં, વિશ્વમાં શાહી ટ્રેનોની માંગ ઘણી છે, જેના કારણે ઘણા દેશો આમ કરી રહ્યા છે.

સાઉદી અરેબિયાના હાર્દમાંથી એક રોમાંચક પ્રવાસ પ્રદાન કરતી 'ડ્રીમ ઑફ ધ ડેઝર્ટ ટ્રેન' લક્ઝરીની નવી વ્યાખ્યા બનાવવા માટે તૈયાર છે. આ ટ્રેનમાં સવાર મુસાફરો લક્ઝરીના ખોળામાં હશે. સંપૂર્ણ લક્ઝરી સેવાઓથી સજ્જ આ ટ્રેન સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી જોર્ડન બોર્ડર સુધી 800 માઈલનું અંતર કાપશે અને અલ કુરૈયતમાં પ્રવાસ સમાપ્ત કરશે.