અમેરિકામાં પ્રખ્યાત ભારતીય મૂળના ગણિતજ્ઞ ટી.એન. સુબ્રમણ્યમનું નિધન

March 27, 2024

અને ભારતીય મૂળના વિશ્વ વિખ્યાત ગણિતજ્ઞ ટીએન.સુબ્રમણ્યમનું મંગળવારે સાંજે નિધન થઈ ગયું હતું. તેઓ 76 વર્ષના હતા. અને તેમને અમેરિકાની જાણીતી જનરલ મોટર્સ કંપનીની કામ માટે ગણિતીય મોડલ બનાવ્યું હતું. તેઓ રૂટ વન કંપનીના સંસ્થાપક હતા. તેઓ ગણિતની દુનિયામાં ગણિતીય મોડલ અને સિદ્ધાંતોનો સમૃદ્ધ વારસો છોડી ગયા છે. સુબ્રમણ્યમ વર્ષ-1979માં અમેરિકામાં સ્થાયી થયા હતા. બાદમાં તેમને ઓટોમોટિવ કંપની અને રૂટ વનની સંથાપના કરી હતી. જે તમામ જીએમ કાર અને જીપીએસ સિસ્ટમ માટે ઓટો ફાયનાન્સિંગ સંભાળે છે.

સુબ્રમણ્યમ યુએસએના ટ્રોય (મિશિગન)માં જનરલ મોટર્સની સાઇટ પર સર્વરના મુખ્ય આર્કિટેક્ટ હતા. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન તેમને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને તેમના કામની પ્રશંસા કરી હતી. સુબ્રમણ્યમના પરિવારમાં તેમની પત્ની, પુત્રી અને જમાઈ છે. તેમના જમાઈ અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટ માટે કામ કરે છે. સુબ્રમણ્યમના નાના ભાઈ ટી.એન. અશોક આંતરરાષ્ટ્રીય બ્લોગર અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ સંપાદક (અર્થશાસ્ત્ર) રહી ચૂક્યા છે.