હિમાચલમાં ભૂસ્ખલન થતાં મુસાફરો ભરેલી ટાટા સુમો પર ખડકો પડ્યા, 13ના મોત; 2 ઘાયલ
July 25, 2026
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લામાં પાંગી-ઉદયપુર માર્ગ પર ભૂસ્ખલનને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો. કુડુનાલા નજીક ચાલતી ટાટા સુમો પર ટેકરી પરથી મોટા ખડકો તૂટી પડતાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. લાહૌલ-સ્પિતિ પોલીસે ઘટનાની પુષ્ટિ કરીને બચાવ કામગીરી માટે ટીમ મોકલી છે. અકસ્માત લાહૌલ ખીણથી આશરે 60-70 કિલોમીટર દૂર થયો હતો.
ભરમૌરના ધારાસભ્ય જનક રાજે જણાવ્યું કે ચંબા અને લાહૌલ-સ્પિતિના ડેપ્યુટી કમિશનરોને રાહત કામગીરી ઝડપી બનાવવા વિનંતી કરવામાં આવી છે. પીડિતો ચંબા જિલ્લાના રહેવાસી હતા. ઉદયપુર-કિલ્લાર રોડ પર કાડુ નાલા નજીક અચાનક ભૂસ્ખલન થતાં કુલ્લુથી પાંગી જઈ રહેલી ટેક્સી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. એક ઘાયલને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય મુસાફરો માટે શોધખોળ ચાલુ છે.
ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું કે ટીંડી નજીક અકસ્માત સમયે વાહન લાહૌલ-સ્પિતિ તરફ જઈ રહ્યું હતું. પર્વતનો મોટો ભાગ વાહન પર તૂટી પડતાં આશરે 13 લોકોના મોત થયા હતા. બચાવાયેલા લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને લાહૌલ-સ્પિતિની ટીમ પણ રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી છે.
ઉદયપુર-કિલ્લાર માર્ગ અગાઉના દિવસે ભૂસ્ખલનને કારણે બંધ હતો, જેના કારણે મુસાફરો ટીંડી ખાતે અટવાઈ ગયા હતા. શુક્રવારે માર્ગ ફરી શરૂ થયા બાદ વાહન આગળ વધ્યું હતું, પરંતુ કાડુ નાલા નજીક ફરી ભૂસ્ખલન થતાં ટાટા સુમો કાટમાળ નીચે દટાઈ ગઈ અને ગંભીર જાનહાનિ સર્જાઈ.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026