મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર
April 05, 2025
વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95એ વિરોધ કર્યો હતો. પરંતુ વક્ફ બિલને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષ પાર્ટીઓ કેન્દ્ર સરકારની આલોચના કરી રહી છે. આ મામલે તેમનું કહેવું છે કે કાયદો મુસ્લિમ વિરોધી છે. તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મુદ્દે સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. વક્ફ બિલને લઈને રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે આ કાયદાને લઈને હાલ તો મુસ્લિમો પર નિશાન સાધ્યું છે, પરંતુ ભવિષ્યમાં બાકીના સમુદાયને પણ આ કાયદો અસર કરી શકે છે.'
રાહુલ ગાંધીએ વક્ફ બિલ પર પોતાનો વિરોધ દર્શાવતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ તેમણે આ મામલે X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે વક્ફ બિલ માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ અન્ય ધર્મોને પણ નિશાન બનાવવાનો માર્ગ મોકળો કરી શકે છે. હવે આરએસએસે ખ્રિસ્તી સમુદાય પર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આવા સમયે આપણું બંધારણ જ આપણને આવા હુમલાઓથી બચાવી શકે છે અને તેનું રક્ષણ કરવું આપણા સૌની જવાબદારી છે.'
આ મામલે રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, 'RSS, BJP અને તેમના સાથી પક્ષો દ્વારા બંધારણ પરનો આ હુમલો આજે મુસ્લિમોને નિશાન બનાવે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવા માટે એક દાખલો બનશે.'
રાહુલ ગાંધીએ આ બિલની ટીકા કરતા કહ્યું કે, 'આ બિલ મુસ્લિમોને નબળા પાડવા અને તેમની સંપત્તિ અને ધાર્મિક અધિકારો છીનવી લેવાનો પ્રયત્ન છે. કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો સખત વિરોધ કરે છે કારણ કે તે ભારતના મૂળભૂત વિચાર પર હુમલો કરે છે અને કલમ 25, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.'
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026