રૂપાલાનું શક્તિ પ્રદર્શન શરૂ:રેલીમાં રૂપાણી, વજુભાઈ વાળા સહિત હજારો કાર્યકરો જોડાયા

April 16, 2024

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોચ્યા છે. હવે રૂપાલા ટૂંક સમયમાં જંગી સભાને સંબોધવાના છે. તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા છે, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત છે. 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે.