રશિયાએ યુક્રેન પર 367 ડ્રોન અને મિસાઈલ છોડ્યા, 13 લોકોના મોત

May 25, 2025

ઝેલેંસ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યા જવાબદાર

મેક્સિકો : કેદીઓની મુક્તિ વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરી દીધો છે. રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેન પર 367 ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા. જે હુમલાથી યુક્રેનમાં મોટા પ્રમાણમાં તબાહી મચી ગઈ છે. આ યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો ગણાવાય રહ્યો છે. માહિતીના અનુસાર, ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.


યુક્રેને દાવો કર્યો છે કે, તેમની એરફોર્સે રશિયાના 266 ડ્રોન અને 45 મિસાઈલોને તોડી પાડ્યા છે. જો કે, નુકસાનને સંપૂર્ણ રીતે રોકી ન શકાયું. આ હુમલામાં એપાર્ટમેન્ટ અને બિલ્ડિંગ્સને નુકસાન થયું છે. રશિયા બેલેસ્ટિક મિસાઈલ હુમલા કરવામાં પણ પાછળ નથી હટી રહ્યું. દક્ષિણી યુક્રેનના મિકોલાઇવમાં રશિયાના ડ્રોન એટેકમાં એક 77 વર્ષના વૃદ્ધનો જીવ પણ ગયો. આ સિવાય એપાર્ટમેન્ટમાં તબાહી મચી. બિલ્ડિંગની ચોતરફ કાટમાળ પડેલો છે. આ હુમલા બાદ વોલોદિમીર ઝેલેંસ્કીએ એકવાર ફરી અમેરિકાને નિશાને લીધું છે. તેમણે કહ્યું કે, તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પ જ જવાબદાર છે.


ઝેલેંસ્કીએ કહ્યું કે, અમેરિકા અને વિશ્વનું મૌન વ્લાદિમીર પુતિનના ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે. રશિયા યુક્રેન પર આતંકવાદી હુમલા કરી રહ્યું છે. શું તેના પર પ્રતિબંધ લગાવવા માટે કાફી નથી? વગર દબાણથી કંઈ પણ બદલવાનું નથી. રશિયા અને તેના સહયોગી પશ્ચિમી દેશોમાં આવી જ તબાહી મચાવતા રહેશે.