Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયાનો ડ્રોન હુમલો

February 15, 2025

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયન ડ્રોને ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ક્ષતિગ્રસ્ત રિએક્ટરની ઉપર સ્થિત રેડિયેશન શેલ્ટરને નિશાન બનાવ્યું હતું. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રાતોરાત હુમલામાં નાશ પામેલા પ્લાન્ટના ચોથા પાવર યુનિટની છત પર આગ ફાટી નીકળી હતી, જેને કાબુમાં લેવામાં આવી હતી.

ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયાના ડ્રોન હુમલાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે શુક્રવાર સવાર સુધી પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર વધ્યું નથી. ઝેલેસ્કીએ ઇન્સ્ટાગ્રામ પર ફૂટેજ પોસ્ટ કર્યું જેમાં વિસ્ફોટ અને કોંક્રિટ અને સ્ટીલની બનેલી વિશાળ કવચને નુકસાન થયેલું જોવા મળ્યું છે. 

આ કવચ કિરણોત્સર્ગી સામગ્રીના લીકેજને રોકવા માટે બનાવવામાં આવી છે. તે 275 મીટર (900 ફૂટ) પહોળું અને 108 મીટર (354 ફૂટ) ઊંચું છે અને તેના નિર્માણ માટે $1.6 બિલિયનનો ખર્ચ થયો છે.