બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ્મ માટે સલમાનને ઉતાવળ
May 10, 2025

મુંબઇ : હાલના માહોલને ધ્યાને રાખીને સલમાને 'બજરંગી ભાઈજાન ટૂ' માંડી વાળી છે અનેે તેને બદલે ચાઈના સાથે ગલવાન વેલીમાં થયેલી લડાઈ પર આધારિત ફિલ્મ માટે ઉતાવળ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે 'બજરંગી ભાઈજાન' ફિલ્મમાં પાકિસ્તાનનું બેકગ્રાઉન્ડ હતું. બીજા ભાગની સ્ટોરી હજુ સ્પષ્ટ નથી. પરંતુ, સલમાન હાલના માહોલમાં આર્મી ઓફિસરનો રોલ કરવા માટે તલપાપડ બન્યો હોવાનું કહેવાય છે. સલમાન ખાનની ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ જઇ રહી છે. અભિનેતાએ હવે વોર ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે આગામી પાંચ મહિનામાં જ ગલવાન વેલી પર બનનારી વોર ડ્રામા ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અભિનેતાએ હજી સુધી આ ફિલ્મ સાઇન કરી નથી, પરંતુ અપૂર્વ લાખિયાને તેણે આ ફિલ્મ માટે લીલી ઝંડી દેખાડી દીધી છે. સલમાનની 'સિકંદર' બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાતા તે બોલીવૂડથી થોડો સમય બ્રેક લેવાના મુડમાં હતો. પરંતુ હવે કહેવાય છે કે તે વોર ડ્રામા ફિલ્મ માટે ઉતાવળ કરી રહ્યો છે.
Related Articles
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી...
May 31, 2025
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કર...
May 27, 2025
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...' બ્રેકઅપના વર્ષો બાદ અભિનેતાનો આરોપ
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...
May 27, 2025
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આઘાતમાં
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂ...
May 24, 2025
કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલરી લુક જોઈ ચાહકો થયા ફીદા
કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલર...
May 24, 2025
Trending NEWS

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડ્યુટી ભરવા જનારને દંડ...
31 May, 2025

ટ્રમ્પને મોટો ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર અમેરિકન...
29 May, 2025