ધર્મેન્દ્રને યાદ કરી રડી પડ્યો સલમાન ખાન, કહ્યું- મેં જીવનમાં માત્ર તેમને જ ફૉલો કર્યા
December 08, 2025
ટીવીના લોકપ્રિય રિયાલિટી શૉ 'બિગ બોસ 19'ની ગઈ કાલે રાત્રે ફાઈનલ હતી, જેમાં આ સિઝનના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું. જોકે, વિજેતાની જાહેરાત પહેલાં, આ ફાઈનલમાં દિવંગત સુપરસ્ટાર ધર્મેન્દ્રને એક ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન સલમાન ખાન સહિત ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. ધર્મેન્દ્રને યાદ કરતાં સલમાન પોતાના આંસુ રોકી શક્યો નહીં અને બધાની સામે રડી પડ્યો. તેમણે ધર્મેન્દ્રને પોતાના આદર્શ ગણાવ્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. અભિનેતા સલમાન ખાન અને ધર્મેન્દ્ર વચ્ચે ખૂબ ગાઢ સંબંધ હતો, સલમાન તેમને પિતા સમાન માનતો અને ધર્મેન્દ્ર પણ સલમાનને પોતાનો ત્રીજો પુત્ર માનતા હતા. દર વર્ષે 'બિગ બોસ'માં હાજરી આપીને ધર્મેન્દ્ર શૉની રોનક વધારતા હતા, પરંતુ આ વર્ષે બીમારીને કારણે તેઓ ન આવી શક્યા અને 24 નવેમ્બરના રોજ તેમનું નિધન થયું. આ ઘટનાથી ધર્મેન્દ્રનો પરિવાર તેમજ સલમાન ખાનને મોટો આઘાત લાગ્યો છે. 'બિગ બોસ 19'ના ફાઈનલમાં સલમાને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી અને તેમની સુંદર યાદો ફેન્સ સાથે શેર કરતા ભાવુક થઈને કહ્યું, 'અમે અમારા હી-મેનને ગુમાવ્યા છે. અમારી સૌથી શાનદાર વ્યક્તિ ધર્મેન્દ્રજી. મને નથી લાગતું કે ધરમજી કરતાં કોઈ સારો માણસ હોઈ શકે. તેમણે જે જીવન જીવ્યું છે, તે કિંગ સાઇઝ જીવ્યું છે. દિલ ખોલીને જીવ્યું છે. 60 વર્ષ મનોરંજનને આપ્યા. ઇન્ડસ્ટ્રીને સની-બોબી આપ્યા.' સલમાને વધુમાં કહ્યું કે, 'સૌથી સારી વાત એ છે કે જ્યારે તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા ત્યારથી તેમને માત્ર સારું કામ જ કર્યું છે, તેમણે દરેક પ્રકારના રોલ કર્યા-કોમેડી, ડ્રામા, એક્શન, ઈમોશન. મેં મારા કરિયર ગ્રાફમાં હંમેશા ધરમજીને ફોલો કર્યા છે. તેઓ હી-મેનની બોડીમાં માસુમ ચહેરો લઈને આવ્યા હતા અને તેમણે અમને ઘણું મનોરંજન પૂરું પાડ્યું. અમે હંમેશા તેમને યાદ કરીશું. લવ યુ ધરમજી.' ધર્મેન્દ્ર વિશે વાત કરતાં સલમાન ખાન સ્ટેજ પર જ રડી પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કદાચ જ કોઈએ આ પહેલાં સલમાનને રિયલ લાઇફમાં આ રીતે રડતાં જોયો હશે, જે રીતે તે ધર્મેન્દ્રને યાદ કરીને રડ્યો હતો.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનુ...
28 April, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો ક...
28 April, 2026
રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર...
28 April, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિ...
28 April, 2026
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કા...
27 April, 2026