વિદેશથી એક ગુડ ન્યૂઝ આવતા જ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો
July 27, 2026
યુએસ અને ઈરાન વચ્ચે 13 દિવસની ભીષણ જંગ બાદ હવે હુમલા અટક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કૂટનીતિક સમાધાન માટે હુમલા પર રોક લગાવવાની ખબર સામે આવતા જ વૈશ્વિક શેર બજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય શેરબજારમાં સોમવારના રોજ કારોબારની શરૂઆત શાનદાર તેજી સાથે થઈ હતી. જેમાં સેન્સેક્સ ખુલતાની સાથે જ 600 અંકથી વધુ ઉછળી ગયો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરોવાળો સેન્સેક્સ 76,608 પર ખુલ્યા બાદ રોકેટ ગતિએ વધીને 76,696 ના સ્તરે પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની નિફ્ટી પણ 23,928 પર ઓપન થઈને ઉછાળા સાથે 23,964 ના સ્તરે કારોબાર કરતી નજરે પડી હતી. શેરબજારનું ડર દર્શાવતું ઇન્ડેક્સ India VIX લગભગ 4 ટકા ઘટીને 13 ની આસપાસ આવી ગયું છે.
બજાર ખુલતાની સાથે જ લાર્જકેપ કેટેગરીના પ્રમુખ શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી:
IndiGo Share: 3.80% તેજી સાથે
Infosys Share: 3.20% તેજી સાથે
Eternal Share: 2.90% તેજી સાથે
TCS Share: 2.40% તેજી સાથે
Bajaj Finance Share: 2.38% તેજી સાથે
Asian Paints Share: 2.54% તેજી સાથે
આ ઉપરાંત Tech Mahindra, Trent અને Maruti જેવા મોટા શેરો પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
ક્રૂડ ઓઇલમાં ઘટાડો અને વૈશ્વિક કારણો
US-Iran જંગમાં 13 દિવસના હુમલા રોકાવાથી વૈશ્વિક તણાવ ઓછો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ક્રેશ થઈને 90 ડૉલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ છે. જેનાથી મોંઘવારીનું જોખમ ઘટ્યું છે. જાપાન, હોંગકોંગ, બ્રિટનથી લઈને Gift Nifty (160 અંકથી વધુ તેજી) સુધીના તમામ વૈશ્વિક બજારો ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે.
Related Articles
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદીમાં રૂ.4700 અને સોનામાં રૂ.700નો ઘટાડો
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં ક...
Oct 29, 2026
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 ત...
Oct 28, 2026
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2.26 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2...
Oct 27, 2026
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સોનું ₹400 તો ચાંદી ₹1700થી વધુ ગબડી
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સો...
Oct 21, 2026
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્...
Oct 15, 2026
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે...
Oct 13, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026