ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત
January 18, 2026
લાતેહાર : ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. છત્તીસગઢથી જાનૈયાઓને લઈને આવી રહેલી એક ખાનગી બસ ઓરસા ઘાટીમાં અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છત્તીસગઢના બલરામપુર જિલ્લાના મહારાજગંજ ગામથી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે 80 જેટલા લોકો બસમાં સવાર થઈને મહુઆડાંડા આવી રહ્યા હતા. ઓરસા ઘાટીના વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ચીસાચીસ સાંભળી સ્થાનિક ગ્રામીણો મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ લાતેહારના એસડીએમ બિપિન કુમાર દુબે અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મહુઆડાંડાની સરકારી હોસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ છે, જ્યાં સ્થાનિક ડોક્ટરોની સાથે ખાનગી ક્લિનિકના પ્રેક્ટિશનરો પણ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને જિલ્લા પ્રશાસનને પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા નિર્દેશ આપ્યા છે. પોલીસ અધીક્ષક કુમાર ગૌરવે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને તબીબી તપાસ બાદ જ સત્તાવાર મૃત્યુઆંક જાહેર કરવામાં આવશે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026