Breaking News :
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો! જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ

ઉત્તરપ્રદેશમાં જૈન માનસ્તંભ પરિસરમાં સ્ટ્રક્ચર ધરાશાયી થતાં 7ના મોત, 80 ઈજાગ્રસ્ત

January 28, 2025

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બદૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. જેના કારણે 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 80 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત થતાં જ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ દુઃખદ અકસ્માત બદૌત શહેરના ગાંધી રોડ પર થયો હતો. શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. મંગળવારે અહીં નિર્વાણ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેના માટે 65 ફૂટ ઊંચું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. માનસ્તંભમાં બેઠેલી મૂર્તિને અભિષેક કરવા માટે સ્થાપિત સીડીઓ પર ભક્તો ચઢવા લાગ્યા કે તરત જ તે ધરાશાયી થઇ ગયું હતું.

સીએમ યોગીએ ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર આપવા આપી સૂચના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાગપત જિલ્લામાં અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.