દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ, GRAP-4ના પ્રતિબંધો પણ બેઅસર, મોટાભાગના વિસ્તારો રેડ ઝોનમાં
December 22, 2025
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ખૂબજ ગંભીર બની ગઈ છે. દિવસે દિવસે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર તરફથી પ્રદૂષણને ઓછું કરવા માટે સતત પ્રયાયો હાથ ધરાયા છે. બીજી તરફ દિલ્હીમાં લગાવવામાં આવેલા GRAP-4ના પ્રતિબંધો પણ બેઅસર સાબિત થઈ રહ્યાં છે. આજે પણ દિલ્હીના મોટા ભાગના વિસ્તારો રેડ ઝોનમા મુકાયા છે.
સમીર એપ પ્રમાણે આજે સોમવારે સવારે 6 વાગ્યે દિલ્હીનો ઓવરઓલ AQI 366 નોંધવામાં આવ્યો છે. આનંદ વિહારનો AQI 402,બવાનાનો 408, મુંડકામાં 400, નરેલામાં 418 અને રોહિણી વિસ્તારમાં 400, નોઈડામાં 352, ગાઝિયાબાદમાં 348 અને ગુરૂગ્રામમાં 325 AQI નોંધાયો છે. આ વિસ્તારોમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબજ ગંભીર જોવા મળી છે. લોકોને પ્રદૂષણને કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આંખોમા બળતરાના કિસ્સા પણ વધી રહ્યાં છે.
દિલ્હીમાં પ્રદૂષણને કારણે વધી રહેલા ધુમ્મસથી લોકોની ચહલપહલમાં ઘટાડો નોંધાયો છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટિ પણ ઓછી થઈ ગઈ છે. દૂરનો નજારો જોવામાં પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં GRAPનો ચોથો તબક્કો અમલમાં મુકાયો છે. જેની હેઠળ બીએસ 6થી નીચેના વાહનોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત બાંધકામ સાઈટો અને ઔદ્યોગિક એકમોની ગતિવિધિઓ પર નિયંત્રણ અને સાર્વજનિક પરિવરહનના ઉપયોગને વધુ કરવા આદેશ અપાયો છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026