Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મહારાષ્ટ્રમાં ભાજપને મળ્યાં સૌથી વધુ વોટ, અજિતથી વધુ વોટ મળ્યાં છતાં પાછળ રહ્યાં શરદ પવાર

November 25, 2024

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 26.77 ટકા વોટ મેળવ્યા છે. તેણે 149 બેઠકો પર ચૂંટણી લડીને 132 બેઠકો જીતી છે. કુલ 17,293,650 વોટ મેળવ્યા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 132 બેઠકો જીતવી 100 બેઠકોનો આંકડો પાર કરવાની હેટ્રિક છે. પાર્ટીએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 122 બેઠકો અને 2019ની ચૂંટણીમાં 105 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 101 બેઠકો પર લડેલી કોંગ્રેસે માત્ર 16 બેઠકો જીતી અને 12.42 વોટ ટકાની સાથે બીજા સ્થાને રહી. પાર્ટીને 8,020,921 વોટ મળ્યા. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ 81 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 57 બેઠકો પર જીત નોંધી અને 12.38 ટકા વોટ મેળવ્યા. ખાસ વાત એ છે કે ઓછી બેઠકો મેળવનારી શરદ પવારના નેતૃત્વવાળી રાકાંપા (શરદચંદ્ર પવાર) ને અજીત પવારની રાકાંપાથી વધુ વોટ મળ્યા. રાકાંપાએ 86 બેઠકો પર ચૂંટણી લડી પરંતુ 11.28 ટકા વોટ સાથે માત્ર 10 બેઠકો જ જીતી શકી.  અજીત પવારના નેતૃત્વવાળી રાકાંપાએ 59 બેઠકો પર ચૂંટણી લડીને 41 બેઠકો જીતી. તેણે 9.01 ટકા વોટ મેળવ્યા. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ 20 બેઠકો જીતી અને પાર્ટીને 9.96 ટકા વોટ મળ્યા. ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર 20 નવેમ્બરે થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 66.05 ટકા મતદાન નોંધવામાં આવ્યું, જે 2019માં 61.1 ટકા હતું.