Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

'કાંટા લગા' ગીતથી ફેમસ થયેલી શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન

June 28, 2025

કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે, 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયુ હોવાની વાત સામે આવી છે, શેફાલીનો જન્મ અમદાવાદમાં થયો હતો અને શેફાલીએ એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા, શેફાલી જરીવાલા બિગ બોસ 13નો હિસ્સો હતી અને શેફાલીના નિધનથી ચાહકોમાં શોકની લાગણી પ્રવર્તી છે.

જાણીતું ગીત કાંટા લગા અને આ ગીત જયારે બજારમાં આવ્યું હતુ ત્યારે ધૂમ મચાવી હતી, આ ગીતની ફેમ શેફાલી જરીવાલનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે, મુંબઈમાં તેનું નિધન થયું હોવાની વાત સામે આવી છે, ગઈકાલે રાત્રે બેભાન અવસ્થામાં તેને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને છાતીમાં દુખાવાના કારણે તેને દાખલ કરવામાં આવી હતી. તો ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી.

હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે, શેફાલી જરીવાલને જયારે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તે પહેલા જ તેનું નિધન થયું હતુ, હૃદયરોગના હુમલાને કારણે તેનું મોત થયું છે અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, શેફાલી જરીવાલે તેના કેરિયરની શરૂઆત કાંટા લગા ગીતથી કરી હતી અને લાંબા સમય સુધી આ ગીત વિવાદમાં પણ રહ્યું હતુ,