UPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: રેલવે ટ્રેક પસાર કરતા સમયે આવી ગઈ ગરીબ રથ એક્સપ્રેસ, દંપતી સહિત 5ના કરૂણ મોત

December 24, 2025

શાહજહાંપુર : ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બુધવારની સાંજે દર્દનાક દુર્ઘટના સર્જાઇ છે. રોજા રેલવે સ્ટેશન પાસે આવેલા માનવ રહિત રેલવે ક્રોસિંગને પાર કરતી વેળાએ બાઇક સવાર લોકો ગરીબ રથ એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા હતા. રેલવેની ટક્કર એટલી ભીષણ હતી કે બે બાળકો સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. 

અકસ્માત એટલો ભયાવહ હતો કે હાજર લોકોના કાળજા કંપી ઉઠયા હતા. મૃતકોના શરીરના ટુકડાઓ રેલવે ટ્રેક પર પડ્યા હતા. સૂચના મળતા જે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ 40 વર્ષીય હરિઓમ, તેમના સાળા સેઠ પાલ, વિકન્ના નિગોહી (શાહજહાંપુર) ના રહેવાસી, સેઠ પાલના 35 વર્ષીય પત્ની પૂજા અને તેમના બે બાળકો તરીકે થઈ છે. તેમણે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.