શ્રદ્ધા કપૂરે સ્ત્રી-2 ની સફળતાનો શ્રેય જુઓ કોને આપ્યો, 'સ્ત્રી-3' વિશે આપ્યું મોટું અપડેટ!
October 19, 2024
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અત્યારે પોતાની ફિલ્મને લઈને ખૂબ લાઈમલાઈટમાં છે. 'સ્ત્રી 2' ની શાનદાર સફળતા બાદ શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાતી ત્રીજી ઈન્ડિયન બની ગઈ અને હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ સ્ત્રી 3 ને લઈને ચર્ચામાં છે. 'સ્ત્રી 2' ની અપાર સફળતાનો શ્રેય કોને આપવામાં આવે તેની પર ચાલી રહેલી ચર્ચા પર પણ એક્ટ્રેસે પૂર્ણ વિરામ આપી દીધું છે. તાજેતરમાં જ તેણે સમગ્ર કાસ્ટ અને ક્રૂ ના વખાણ કરતા ઘણા સવાલના જવાબ આપ્યા છે. એ વાત પર પણ જોર આપ્યુ કે ફિલ્મની સફળતાની પાછળ ટીમની મહેનત હતી. શ્રદ્ધા કપૂરે એ પણ જણાવ્યું કે 'સ્ત્રી 3' પર પહેલેથી જ કામ શરૂ થઈ ગયુ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ છે. ફ્રેંચાઈઝની સફળતા વિશે વાત કરતાં શ્રદ્ધાએ કહ્યું, 'પહેલા ભાગને જે રીતે પ્રેમ અને પ્રશંસા મળી, તે અમારી આશા કરતાં ખૂબ વધુ હતી. આ બધું ત્યાંથી શરૂ થયુ. સિક્વલ બનાવવા માટે ડાયરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસરને સલામ. માત્ર દેખાદેખી માટે સિક્વલ બનાવવી જરૂરી નથી. લોકોને થિયેટર સુધી લાવવા અને તેમને કંઈક ખાસ બતાવવાનું હોય છે. તેઓ આ વાત પર ખરા ઉતર્યા કે સિક્વલ કેવી બનાવવી જોઈએ અને સ્ત્રી 2 ની કહાનીને ખૂબ સારી રીતે રજૂ કરી. સક્સેસ ક્રેડિટ વોર જેવું કંઈ હોતું નથી. સૌથી મહેનત હોય છે.' શ્રદ્ધા કપૂરે આગળ કહ્યું, 'મારું માનવું છે કે ટીમની મહેનત અને તમામના પ્રયત્નથી ફિલ્મને સફળતા મળી શકે છે અને હા ફિલ્મ જોયા બાદ અંતમાં દર્શક જ નિર્ણય કરે છે ને કે ફિલ્મ કેવી છે. તે મનોરંજનની શોધમાં પોતાના ઘરેથી નીકળે છે અને અમને ખુશી છે કે અમે તેમને આ આપી શકીએ.' શ્રદ્ધાને જ્યારે સ્ત્રી સિક્વલ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યું કે ડાયરેક્ટર અમર કૌશિક પહેલા જ સ્ત્રી 3 માટે કહાની લઈને આવી ચૂક્યા છે. જ્યારે અમર સરે મને જણાવ્યું કે તેમની પાસે સ્ત્રી 3 માટે એક કહાની છે તો હું ખૂબ ખુશ થઈ ગઈ કેમ કે મને ખબર હતી કે કંઈક ધમાકેદાર થવાનું છે.'
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
બુધવારે લાલ નિશાનમાં શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 24...
03 December, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં...
03 December, 2025
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય...
03 December, 2025
ટેકનિકલ ખામી બાદ એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમ પુનઃસ્થાપિત...
03 December, 2025
નહેરુ સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા...
03 December, 2025
હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, ત...
02 December, 2025
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે...
02 December, 2025
ઘરેલુ હિંસામાં ફસાયેલા દિગ્ગજ ક્રિકેટરનો 'હોલ ઓફ ફ...
02 December, 2025
IPL 2026માં નહીં રમે દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલ,...
02 December, 2025
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટ...
02 December, 2025