ધરપકડ બાદ આખી રાત મૌન રહી સોનમ, ન ખાધુ, ન કોઇ સાથે વાતચીત કરી

June 10, 2025

ઇન્દોરની સોનમ રઘુવંશી હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. ઘર-ઘરમાં તેની ચર્ચા છે. હજુ તો હાથ પર મહેંદી ગઇ ન હતી ને સોનમના હાથ પર પતિના લોહીના છાંટા ઉડ્યા. લગ્નના એક મહિનામાં જ પતિ રાજા રધુવંશીની હત્યામાં સોનમ ચારે બાજુથી ઘેરાઇ ગઇ છે. મેઘાલય પોલીસે યૂપી ગાઝીપુરથી પોતાની સાથે સોનમને બિહાર અને પછી ગુવાહાટી શિલોંગ લઇ જવામાં આવી રહી છે.

ધરપકડ પછી સોનમને શિલોંગ પોલીસ પોતાની સાથે લઇ જઇ રહી છે. આ દરમિયાન સોનમે આખા રસ્તે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો ન હતો. ફક્ત એટલુ જ કહેતી રહી કે મારૂ માથુ ફાટે છે. અધિકારીઓએ જ્યારે તેને જમવાનું કહ્યુ તો તેણે ચોખ્ખી ના પાડી દીધી. વારંવાર આગ્રહ કરવા છતા સોનમે જમવાની ના પાડી દીધી. સોનમે કહ્યુ તેને સખત માથુ ફાટે છે અને તે સુઇ નથી શકતી. શિલોંગ પોલીસે રસ્તામાં તેને જમાડવાની અને આરામ કરાવવાની વાત કહી વાત કરી પણ તે ન માની. પોલીસે સતત તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે એક શબ્દ પણ ન બોલી, એક જ વાત કરતી રહી કે મને માથુ દુખે છે.

ધરપકડ પછી સોનમને જે ગાડીમાં શિલોંગ પોલીસ લઇ ગઇ તે ગાડીનો નંબર BR-01PR-6242 કહેવામાં આવી રહ્યો છે. આ ગાડી બિહારના બક્સર જિલ્લાથી પટના પહોંચી. આ મુસાફરી દરમિયાન યુપી પોલીસે ઉત્તરપ્રદેશ સીમા પાર કરવામાં બિહાર પોલીસની મદદ કરી હતી. હવે સોનમને ફ્લાઇટથી કોલકત્તા લઇ જવામાં આવી રહી છે. કોલકત્તાથી ગુવાહાટી અને પછી શિલોંગ પહોંચાડી દેવામાં આવશે.