Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સોનમ વાંગચુકની ધરપકડ: લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી

September 26, 2025

સોનમ વાંગચુક વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી, ગઇકાલે કહ્યું હતું- હું જેલ ગયો તો સરકારને ભારે પડશે


લદાખ : લદાખને રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ભડકી ઉઠેલી હિંસા મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. વહીવટીતંત્રે લદાખમાં રાજ્યનો દરજ્જોની માગ કરતા હિંસક આંદોલનમાં ચારના મોત બદલ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. માહિતી અનુસાર સોનમ વાંગચુક બપોરે 2:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી.


ગુરુવારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સને તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. લદાખ માટે રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગણી સાથે શાંતિપૂર્ણ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સોનમ વાંગચુકે  પોતાની વ્યક્તિગત સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
લદાખમાં થયેલી હિંસા બાદ સરકારે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના NGOનું FCRA લાઈસન્સ રદ કરી વિદેશી ફંડિંગ પર રોક લગાવી છે. આ મામલે હવે તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. જે બાદ વાંગચુકે કહ્યું છે કે સરકાર મારા જેવી નાની વ્યક્તિ પર તમામ દોષનો ટોપલો ઢોળવા માંગે છે. હું જેલ ગયો તો યુવાનો જાગી જશે.