જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી 'સુપરમૂન' નરી આંખે જોવા મળશે

November 05, 2025

ભારત વર્ષમાં વધુ એક ખગોળીય ઘટના થવા જઈ રહી છે. ભારત દેશના નભોમંડળમાં આજે રાત્રે આકાશમાં વર્ષના સૌથી તેજસ્વી અને સૌથી મોટા સુપરમૂનનો નજારો જોવા મળશે, જે ગુજરાત અને તેની બહારના આકાશને રોશનીથી ચમકાવશે. જે નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકાશે. આજે (5 નવેમ્બર) રાત્રિના સમયે હાલારના નભોમંડળમાં વધુ તેજસ્વી અને સૌથી મોટો સુપરમૂન જોવા મળશે. જે વર્ષ 2025નો સૌથી મોટો અને વધુ તેજસ્વી સુપરમૂન નિહાળી શકાશે. જે સમગ્ર રાજ્યમાં અને આખા ભારતમાં વધુ રોશની સાથે ચમકતો જોવા મળશે. આ અસાધારણ પૂર્ણ ચંદ્ર સામાન્ય પૂનમના ચંદ્ર કરતાં 14 ટકા મોટો અને 30 ટકા વધુ પ્રકાશિત રહેશે.  વૈજ્ઞાનિક રીતે પેરિજી-સિઝીજી (perigee-syzygy) તરીકે ઓળખાતી આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર તેના પૂર્ણ તબક્કામાં હોય છે અને તેની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે. વધેલી તેજ અને સ્પષ્ટ કદ તેને નિરીક્ષકો માટે માત્ર એક આનંદ જ નથી બનાવતા પણ પૃથ્વી-ચંદ્ર-સૂર્ય પ્રણાલીની ગતિશીલતા વિશે જાણવાની ઉત્તમ તક પણ આપે છે. પેરિજીયન સ્પ્રિંગ ટાઇડ્સ તરીકે ઓળખાતી થોડી મજબૂત ભરતી પણ આવી શકે છે, જોકે દૈનિક જીવન પર તેની ઓછી અસર પડે છે. એક મંત્રમુગ્ધ કરનાર ચંદ્ર યાત્રા જે મહિનાઓ પછી મહિનાઓ સુધી ચાલતી રહે છે, જે આકાશમાં વિસ્મય અને જિજ્ઞાસાને પ્રેરણા આપે છે. આ ખગોળીય ઘટનાની ઉજવણી માટે, ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ દ્વારા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ પર 5નવેમ્બર, 2025ના રાત્રે 8:30 વાગ્યેથી સુપરમૂન વોચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી ખગોળ પ્રેમી જનતાએ આ નજારો નિહાળવા માટે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવા, અથવા વધુ માહિતી માટે એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ (જી.જામનગર)ના પ્રોગ્રામ ઑફિસર સંજય પંડ્યાનો 9979241100,9328611171 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.