લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ
August 17, 2026
લખનઉના રસ્તા પર ફરી એકવાર સ્કૂલના બાળકોનો આક્રોશ જોવા મળ્યો હતો. દુબગ્ગા વિસ્તારમાં આવેલી જયપ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલયના સેંકડો વિદ્યાર્થીઓ શિક્ષકોની ભારે અછત અને સ્કૂલની ગેરવ્યવસ્થાથી કંટાળીને સીધા રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ બાલાગંજ ચોકડી પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્રણ દિવસ પહેલા પણ આ જ મુદ્દાને લઈને બાળકોએ મોરચો ખોલ્યો હતો. ત્યારે મંત્રી અસીમ અરૂણ અને વિભાગના ડિરેક્ટર અનુરાગ યાદવે સ્થળ પર પહોંચીને વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા અને વહેલી તકે શિક્ષકો મુકવાની ખાતરી આપી હતી. પરંતુ ત્રણ દિવસ વીત્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થતા સોમવારે ફરી વિદ્યાર્થીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
અચાનક થયેલા આ ચક્કાજામથી દુબગ્ગા અને બાલાગંજ રોડ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઓફિસ જતા લોકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમજાવટ બાદ બાળકોએ ચોકડી પરથી ધરણા તો ઉઠાવી લીધા હતા, પરંતુ પોતાની માંગ સાથે તેઓ સીધા મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરવા લાગ્યા હતા. પોલીસે તેમને બાલાગંજ ચોકડી પર જ રોકીને પરત મોકલ્યા હતા. સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ અધિકારીઓની ખાતરી બાદ ટ્રાફિક ફરી શરૂ થયો હતો.
આ આક્રોશ હવે માત્ર લખનઉ પૂરતો સીમિત નથી રહ્યો. ઉત્તર પ્રદેશના બીજા જિલ્લાઓ સહિત દેશના અનેક રાજ્યોમાં Gen-Alpha એટલે કે સ્કૂલના બાળકો સુવિધાઓ માટે રસ્તા પર ઉતરી રહ્યા છે. હમીરપુરમાં બાળકો હાથમાં તિરંગો લઈને સ્કૂલ સુધી પાકો રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે, તો અલ્વરમાં શાળાની જર્જરિત છત પડી ગયા બાદ વિરોધ થઈ રહ્યો છે. કન્નૌજમાં મિડ-ડે મીલની ખરાબ ગુણવત્તા સામે બાળકોએ ભોજનનો બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત બિહાર, મધ્યપ્રદેશના છિંદવાડા અને મહારાષ્ટ્રમાં પણ પંખા, પીવાનું ચોખ્ખું પાણી, શૌચાલય, બસ ભાડામાં રાહત અને શિક્ષકોની નિમણૂક જેવી પાયાની સુવિધાઓ માટે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026