Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં સુસાઇડ ઍટેક: પાંચનાં મોત, 20 ઈજાગ્રસ્ત

February 28, 2025

ખૈબર પખ્તૂનખ્વા : પાકિસ્તાનમાં અત્યારે ચેમ્પિયન ટ્રોફી રમાઈ રહી છે ત્યાં ખેલાડીઓની સુરક્ષાને લઈને ફરી ચિંતા ઊભી થઈ છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના નૌશેરા જિલ્લામાં સુસાઇડ ઍટેક થયો છે જેમાં મૌલાના હમીદુલ હક હક્કાની સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 20 ઈજાગ્રસ્ત છે. મદરસામાં શુક્રવારની નમાઝ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. અહેવાલો અનુસાર, વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના જિલ્લા અક્કોરા ખટ્ટકમાં થયો હતો. અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે અને મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જોકે, જામિયા હક્કાનીયાની અંદર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. આ મદરેસા અફઘાન તાલિબાન સાથેના સંબંધો માટે જાણીતું છે. તેના વિશાળ કેમ્પસમાં લગભગ 4,000 વિદ્યાર્થીઓ રહે છે, જેમને મફત ખોરાક, કપડાં અને શિક્ષણ આપવામાં આવે છે. આ વિસ્ફોટ મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિના પહેલા થયો છે, જે શનિવાર અથવા રવિવારે ચાંદ દેખાય ત્યારે શરૂ થવાની ધારણા છે. નોંધનીય છે કે, પાકિસ્તાની મદરેસાઓ આતંકવાદ માટે ઉછેર કેન્દ્ર તરીકે સેવા આપી રહ્યા છે, હજારો શરણાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે જેમની પાસે કટ્ટરપંથી મૌલવીઓના ભડકાઉ ભાષણો સિવાય શિક્ષણ માટે બીજો કોઈ વિકલ્પ નથી.