Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

પૃથ્વી પર પરત આવશે સુનિતા વિલિયમ્સ, ઈલોન મસ્કના 'ડ્રેગન'માં થશે વાપસી

February 14, 2025

વૉશિંગ્ટન : નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર જલ્દી પૃથ્વી પર પરત ફરશે. બંને અંતરિક્ષ યાત્રી આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં રહે છે. બોઇંગ સ્ટારલાઇનરમાં ખરાબીના કારણે બંને અંતરિક્ષ યાત્રીની વાપસીને ટાળી દેવાઈ હતી. આ મિશન ફક્ત આઠ દિવસનું હતું પરંતુ, હીલિયમ લીક અને થ્રસ્ટરમાં ખરાબીના કારણે તેમની વાપસી ન થઈ શકી. હવે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને ઈલોન મસ્કની કંપની  SpaceX ડ્રેગન ક્રૂ કેપ્સૂલથી પરત લાવવામાં આવશે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પહેલાં નક્કી કરવામાં આવેલાં અમુક સમય પહેલાં જ પરત લાવવામાં આવી શકે છે. બંને અંતરિક્ષ યાત્રી બોઇંગ સ્ટારલાઇનરના પહેલાં ચાલક દળના પરિક્ષણની ઉડાન પર ગયા હતાં અને આઠ મહિનાથી વધુ સમયથી અંતરિક્ષ પર જ રહે છે. આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ગયેલા સુનિતા વિલિયમ્સ હવે આઠ મહિના બાદ આખરે 12 માર્ચ, 2025ના દિવસે ધરતી પર પરત ફરી શકે છે. 


બંને અંતરિક્ષ યાત્રી ફક્ત આઠ દિવસના મિશન માટે આઈએસએસ પર ગયા હતાં. તેઓ બોઇંગના સ્ટારલાઇનર કેપ્સૂલથી પરત આવવાનું હતું. પરંતુ, અંતરિક્ષ યાનમાં ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેમના આવવામાં મોડું થયું. જેના કારણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં આઠ મહિનાથી વધુ સમયથી રહી રહ્યા છે. હવે નાસાએ કહ્યું કે, વિલિયમ્સ અને વિલ્મોરની નિર્ધારિત વાપસી નક્કી સમય કરતાં પહેલાં થઈ શકે છે. આ પહેલાં અંતરિક્ષ એજન્સીએ પહેલાં કહ્યું હતું કે, તે બંનેને માર્ચના અંત સુધીમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.