ગુજરાતમાં બનશે 'સુપર ચિપ્સ'! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ
May 17, 2026
અમદાવાદ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના બીજા દિવસે નેધરલેન્ડ પહોંચ્યા છે. 9 વર્ષ બાદ આ યુરોપીય દેશની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ એક એવો મોટો દાવ ખેલ્યો છે, જેનાથી ચીનની ચિંતામાં જોરદાર વધારો થવાનો નક્કી છે. ભારતે ટેકનોલોજીના મામલે સુપરપાવર ગણાતા નેધરલેન્ડ સાથે સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. હવે ભારત અને નેધરલેન્ડ મળીને ભારતમાં ચિપ મેકિંગના સપનાને નવી પાંખો આપશે.
ભારત લાંબા સમયથી ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ બનવા માંગે છે. હવે આ સપનું નેધરલેન્ડની સૌથી મોટી ચિપ મેકિંગ કંપની ASML સાથે મળીને પૂરું થશે. આ કંપનીની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ASML દુનિયાની એકમાત્ર એવી કંપની છે જે એડવાન્સ ચિપ્સ બનાવવા માટે જરૂરી લિથોગ્રાફી મશીનો બનાવે છે. આ મશીન વગર તાઇવાન કે અમેરિકા જેવા દેશો પણ એડવાન્સ ચિપ બનાવી શકતા નથી.
ડચ કંપની ASML અને ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે આ અંગે MoU સાઇન થયા છે. આ કરાર હેઠળ ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં ચિપ પ્રોડક્શન માટે રૂ. 91,000 કરોડનું રોકાણ કરી રહ્યું છે. ટાટા આ પ્લાન્ટ તાઇવાનની 'પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન' (PSMC) સાથે મળીને લગાવી રહ્યું છે. હવે ડચ કંપની ASML આ પ્લાન્ટમાં એડવાન્સ લિથોગ્રાફી કમ્પોનન્ટ્સ પુરા પાડશે. સેમિકન્ડક્ટર બનાવવાની પ્રક્રિયામાં લિથોગ્રાફી સૌથી જટિલ અને ખર્ચાળ કામ ગણાય છે.
ASML કંપની ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm (12 ઇંચ) સેમિકન્ડક્ટર પ્રોડક્શનમાં ટેકનિકલ મદદ કરશે. અહીં બનનારી ચિપ્સ વૈશ્વિક સ્તરે ઓટોમોબાઈલ, મોબાઈલ ડિવાઈસીસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની જરૂરિયાતો પૂરી કરશે.
હાલમાં વૈશ્વિક ચિપ માર્કેટ પર ચીનનો દબદબો છે અને તે પોતાની આ મોનોપોલીનો ઉપયોગ અવારનવાર નિકાસ પર પ્રતિબંધ મૂકીને દાદાગીરી કરવા માટે કરે છે. પરંતુ ભારતની આ એન્ટ્રીથી ચીનના એકાધિકારને સીધો પડકાર મળશે. ભારત જેવા મજબૂત દેશના આ સેક્ટરમાં આવવાથી ચીનનું વર્ચસ્વ ઘટશે. અમેરિકા અને ચીન વચ્ચેના તણાવને કારણે દુનિયાભરની ટેક કંપનીઓ ચીનના વિકલ્પ તરીકે ભારત તરફ જોઈ રહી છે. આ ડીલ ભારતને ચિપ મેકિંગમાં આત્મનિર્ભર બનાવવાની સાથે એક મોટો નિકાસકાર (Exporter) પણ બનાવશે.
Related Articles
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિયો વાયરલ, PIBએ ભ્રમ ફેલાવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિય...
Jul 25, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અને ચાંદીમાં ₹5,387નો કડાકો, રોકાણકારોમાં ચિંતા
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અ...
Jul 13, 2026
Trending NEWS
14 August, 2026
14 August, 2026
14 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
12 August, 2026
12 August, 2026