Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

'ટેરિફ વસૂલો એટલો ચૂકવો', ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરતા દુનિયા ચોંકી

February 14, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક અગાઉ અમેરિકન પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ અંગેની રણનીતિ જાહેર કરીને વિશ્વભરને ચોંકાવી દીધું છે. ટ્રમ્પે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવતા રેસિપ્રોકલ ટેરિફ ઓર્ડર પર સહી કરી દીધી છે. તેણે જણાવ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફ તાત્કાલિક અસરથી અમલી નહીં બને. દરેક દેશને વાટાઘાટ કરવા માટે સમય મળશે.આ ટેરિફ દરેક દેશ માટે અલગ હશે. આ ટેરિફમાં ફક્ત કર નહીં પરંતુ સ્થાનિક પ્રોત્સાહનોની ગણતરી પણ ધ્યાનમાં લેવાશે. આ ટેરિફ બીજી એપ્રિલથી અમલમાં આવશે. આમ, ટ્રમ્પે નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે, પણ નવા ટેરિફ દર જાહેર કર્યા નથી.

રેસિપ્રોકલ ટેરિફ જે દેશ સાથે અમેરિકાની વ્યાપાર ખાધ વધારે હશે તેવા દરેક દેશ ઉપર લાદવામાં આવશે. અહીં નોંધવું જોઈએ કે ભારત સાથે અમેરિકાની વ્યાપાર ખાધ છે. ભારત પાસેથી અમેરિકા જેટલી ખરીદી કરે છે તેના કરતાં નિકાસ ઓછી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, 'આગામી દિવસોમાં ફાર્મા, કર અને હાઇટેક ચિપસેટ ઉપર પણ ટેરિફ લાદવામાં આવશે. જે દેશ આ નવા ટેરિફ માટે મંત્રણા વાટાઘાટ કરવા તૈયાર હશે, તેની સાથે અમે ચર્ચા કરવા તૈયાર છીએ તેમજ જે દેશ ટેરિફ ઘટાડશે તેના પરનો ટેરિફમાં અમે પણ કાપ મૂકીશું.'