Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ટેરિફ યુદ્ધ શરુ: કેનેડા બાદ ચીને પણ અમેરિકા પર કર્યો વળતો પ્રહાર, હવે શું કરશે ટ્રમ્પ?

March 04, 2025

અમેરિકાએ ચીન પર 20 ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકાની પ્રોડક્ટ્સ પર 10થી 15 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ 10 માર્ચથી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન સમક્ષ ટ્રમ્પની ટેરિફ નીતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. ચીનના નાણા મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, 'આ ટેરિફ અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ, કપાસ સહિત ટોચની અમેરિકન પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આ નિર્ણયથી વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોર શરુ થયું છે. ચીનનો આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર 20 ટકા ટેરિફ લાદવાના આદેશ બાદ લેવાયો છે. અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર 15 ટકા, જ્યારે જુવાર, સોયાબીન, ફળો, શાકભાજી અને ડેરી સહિતની પ્રોડક્ટ્સ પર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે.' અમેરિકાએ આજથી કેનેડા, મેક્સિકો તથા ચીનમાંથી આયાત પર ટેરિફ લાગુ કરતાં જ આ દેશોએ પણ સામે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડાએ પણ અમેરિકાની 125 અબજ ડૉલરની પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મેક્સિકો પણ ઠોસ પગલાં લેતાં ટેરિફ લાદશે. ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વભરમાં ટ્રેડવોર છેડાયું છે. અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી બમણો કર્યો છે. ટ્રમ્પ માને છે કે, ટેરિફ દેશની સમસ્યાઓને ઉકેલી શકે છે. પરંતુ તેનાથી વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ સર્જાવાની ભીતિ અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પ બીજી માર્ચથી રેસિપ્રોકલ ટેરિફ પણ લાગુ કરશે. ટ્રમ્પે કહ્યું કે, ટેરિફ એ એક શક્તિશાળી હથિયાર છે, જેનો રાજનેતાઓએ ઉપયોગ કર્યો નથી. કારણકે, તેઓ મૂર્ખ હતા, અપ્રમાણિક હતા. તેઓ પોતે પૈસા કમાવા નેતા બન્યા હતા. ચીને ટેરિફ ઉપરાંત અમેરિકાની 25 કંપનીઓ પર નિકાસ અને રોકાણ પ્રતિબંધ પણ લાદ્યો છે. ચીને જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ચીન અમેરિકાની 25 કંપનીઓ પર નિકાસ અને રોકાણ પ્રતિબંધ લાદ્યો છે. આ કંપનીઓ તાઇવાનને હથિયારો વેચે છે. ચીને અમેરિકા પર વિશ્વની સૌથી કડક એન્ટી ડ્રગ પોલિસી હોવાનો તેમજ ફેન્ટાનાઇલ બ્લેકમેઈલ કરવાનો આરોપ મૂક્યો હતો.' બીજી તરફ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ચીનના સત્તાધીશો ઇચ્છે છે કે, ટ્રમ્પ પ્રશાસન વાટાઘાટો મારફત આ ટેરિફનો મામલો ઉકેલે. પરંતુ ટ્રમ્પ કોઈની વાત સાંભળવા તૈયાર જણાઈ રહ્યા નથી.