ભારત અને ચીન પર ટેરિફ લગાઓ : રશિયા પર આર્થિક દબાણ બનાવવા ટ્રમ્પનો નવો દાવ
September 13, 2025
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના સૂર જાણે બદલાઇ રહ્યા હોય તેમ ભારતને અને ખાસ પીએમ મોદીને મિત્ર ગણાવી રહ્યા છે. તેઓ એસસીઓ સમિટની તસવીર શેર કરીને ચીન, રશિયા અને ભારતને લઇને જ નિવેદનો આપી રહ્યા છે. આ બધા વચ્ચે ટ્રમ્પે એવુ નિવેદન આપ્યુ છે કે એમ કહેવાનું મન થાય કે ટ્રમ્પ કરે છે શું ?
એક તરફ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ નરેન્દ્ર મોદીને ખાસ મિત્ર કહેતા ક્યારેય થાકતા નથી, તો બીજી તરફ, તેમના નાણામંત્રીએ G-7 દેશોને ભારત અને ચીન પર ભારે ટેરિફ લાદવા કહ્યું છે કારણ કે આ બંને દેશો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યા છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં ભારત અને ચીનને યુક્રેનમાં મોસ્કોના યુદ્ધ પ્રયાસોના મુખ્ય સાથી ગણાવવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે G7 દેશો ભારત અને ચીન પાસેથી રશિયન તેલની ખરીદી પર 50 થી 100 ટકા સુધીના ભારે ટેરિફ લાદે. શુક્રવારે G-7 નાણામંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટ અને વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરે તેમના સાથી દેશો પર વોશિંગ્ટનના ટેરિફ પગલાં અનુસાર પગલાં લેવા દબાણ કર્યું. તેમણે ચેતવણી આપી હતી કે ફક્ત રશિયાની ઉર્જા આવકમાં ઘટાડો કરવાથી જ યુદ્ધનો અંત આવી શકે છે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026