પહેલી ટી-20માં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીતથી 8 માઇલસ્ટોન સર્જાયા, દ.આફ્રિકાનો શરમજનક રેકોર્ડ

December 10, 2025

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે(9 ડિસેમ્બર) પાંચ મેચોની T20 સીરિઝનો પહેલો મુકાબલો રમાયો હતો. જેમાં ભારતીય ટીમે 101 રનથી ભવ્ય જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એડન માર્ક્રમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં માત્ર 74 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની જીતનો સૌથી મોટો સપરસ્ટાર હાર્દિક પંડ્યા રહ્યો. તેણે 28 બોલમાં અણનમ તાબડતોડ 59 રન બનાવ્યા અને બાદમાં એક વિકેટ પણ ઝડપી. દક્ષિણ આફ્રિકા આ ​​મેચમાં જે રીતે હાર થઈ તે યાદ રાખવા નહીં માગશે. બીજી તરફ ભારતની આ જીત ઘણા અર્થમાં ખાસ રહી છે. આ મેચમાં જસપ્રીત બુમરાહે તેની 100મી T20 વિકેટ પૂર્ણ કરી, બીજી તરફ હાર્દિક પંડ્યાએ પોતાના 100 છગ્ગા પૂરા કર્યા.