નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાને લઈને જતી બસ ખીણમાં ખાબકતા 13 મોત, 34ને ઈજા
February 06, 2026
બસ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી
ઢાંકા : ભારતીય સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત થયો છે, જેમાં જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 13ના મોત અને 34ને ઈજા થઈ છે. આ બસ બેતડીથી બજાંગ જિલ્લા જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે, ખીણમાંથી તમામને બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર છે.
મીડિયા રિપોર્ટ મુજબ, બસ બેતડી જિલ્લાના સાત ભવને ગામમાંથી કન્યાને લઈને બજાંગના સુનકુડા જઈ રહી હતી. આ દરમિયાન પૂરચૂંણીના બડગાવ પાસે વળાંક પર ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
પોલીસે જણાવ્યું છે કે, હાલ ઘટનાસ્થળે પૂરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મોડી રાત્રે ઘટના બનતાં જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસની ટીમ, નેપાળ એપીએફ સહિતની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમાંથી 13ના મોત અને 34 જાનૈયાઓને ઈજા થઈ હતી. બસમાં વધુ પડતા મુસાફરો હતા. જ્યારે વળાંક આવ્યો ત્યારે બસ ઢાળ ચઢી શકી ન હતી અને તે ખીણમાં ખાબકી ગઈ હતી.
Related Articles
પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન
પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગ...
Aug 25, 2026
શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ
શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ...
Aug 25, 2026
નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી
નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક...
Aug 25, 2026
રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી
રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં...
Aug 25, 2026
દુષ્કર્મ કેસના દોષિત રામ રહીમને રક્ષાબંધન પર ફરી 21 દિવસના પેરોલ, સિરસા આશ્રમ જવા રવાના
દુષ્કર્મ કેસના દોષિત રામ રહીમને રક્ષાબંધ...
Aug 25, 2026
સુરતથી કાનપુર જતી ખાનગી અચાનક બસમાં ધૂમાડા બાદ આગ લાગી, મુસાફરોએ બારીના કાચ તોડી કૂદીને જીવ બચાવ્યો
સુરતથી કાનપુર જતી ખાનગી અચાનક બસમાં ધૂમા...
Aug 25, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026