અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત,
January 20, 2026
અમેરિકાના મિશિગન રાજ્યમાં બરફના તોફાનને કારણે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ઇન્ટરસ્ટેટ હાઇવે પર 100થી વધુ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 30થી વધુ સેમી-ટ્રેલર ટ્રક પણ ફસાયેલા છે. અકસ્માતની ગંભીરતાને જોતાં પોલીસે હાઈવેના બંને તરફનો ટ્રાફિક બંધ કરી દીધો છે.
આ ભીષણ દુર્ઘટના મિશિગનના ગ્રાન્ડ રેપિડ્સ શહેર પાસે ઇન્ટરસ્ટેટ 196 પર બની હતી. બરફીલા તોફાનને કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે વાહનો એક પછી એક અથડાતા ગયા. ઘણી ગાડીઓ બરફને કારણે રસ્તા પરથી લપસીને નીચે ઉતરી ગઈ હતી. મિશિગન સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ સદભાગ્યે હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી.
મીડિયા સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે બર્ફીલી હવા અને હિમવર્ષાને કારણે આગળ ચાલી રહેલી ગાડીઓ પણ માંડ દેખાઈ રહી હતી. એક પીકઅપ ડ્રાઈવરે કહ્યું, "હું 20-25 માઈલ પ્રતિ કલાકની ધીમી ગતિએ ગાડી ચલાવી રહ્યો હતો, છતાં માંડ માંડ મારા વાહનને રોકી શક્યો. પાછળથી સતત વાહનો ટકરાવાનો અવાજ આવી રહ્યો હતો. પરિસ્થિતિ ખૂબ જ ડરામણી હતી."
ઓટાવા કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું કે આ વિસ્તારમાં અનેક જગ્યાએ નાના-મોટા અકસ્માતો થયા હતા. હાઈવે પર ફસાયેલા સેંકડો મુસાફરોને બસ દ્વારા નજીકની હડસનવિલ હાઈ સ્કૂલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ તેમના પરિવારજનોનો સંપર્ક કરી શક્યા અને ઘરે જવાની વ્યવસ્થા કરી શક્યા.
Related Articles
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026