શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભગવાન નિજ મંદિર પરત ફર્યા
June 28, 2025
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ આજે નગરની યાત્રાએ નીકળ્યા હતાં. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી અને બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન નગરની યાત્રા કરીને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ નિજ મંદિર પરત ફર્યા હતાં. અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા કરીને ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ નિજ મંદિરમાં પરત ફર્યો હતો.
આજે સવારે ભગવાન જગન્નાથને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથયાત્રામાં 18 ગજરાજ, 100થી વધુ ટ્રક, 30 જેટલા અખાડા, 18 જેટલી ભજન મંડળી જોડાઈ હતી. આ ઉપરાંત દેશભરમાંથી આવેતા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતાં. સવારે નીકળેલી રથયાત્રામાં કેટલાક વિઘ્નો આવ્યા હતાં. શહેરમાં ખાડિયા પાસે હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં બે લોકોને ઈજા પણ થઈ હતી. આ ઘટના બાદ ત્રણ ગજરાજોનું રેસ્ક્યુ કરીને નિજ મંદિર લઈ જવાયા હતાં.
રથયાત્રા દરમિયાન વાતાવરણની ઈફેક્ટને કારણે કેટલાક લોકો બિમાર થયા હતાં. જેમાં 108 ઈમર્જન્સી સર્વિસ દ્વારા 35 લોકોને સારવાર અપાઈ હતી. આ લોકોમાં બેભાન, પેટમાં દુ:ખાવો, ચક્કર આવવા વગેરે જેવી ફરિયાદો થઈ હતી. આજે રથયાત્રા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ભગવાનના ત્રણેય રથ શહેરની નગરચર્યા કરીને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ નિજ મંદિરમાં પરત ફર્યા હતાં. આજે ભગવાનને ભક્તોના દર્શન માટે રથમા રાખવામાં આવશે. ભગવાન મંદિરે પહોંચતા જ જય રણછોડનો નાદ ગૂંજ્યો હતો.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026