ગુજરાતમાં 95 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3.70 ઇંચ મેઘમહેર, આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
July 18, 2026
ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી રહેતાં વરસાદની ખેંચ યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ પડ્યો હતો. ખેરગામમાં 2.17 ઇંચ, કામરેજમાં 2.13 ઇંચ, પેટલાદમાં 2.05 ઇંચ, સોજીત્રામાં 1.97 ઇંચ, ઘોઘંબામાં 1.77 ઇંચ, નાનાપોંઢામાં 1.46 ઇંચ તેમજ ભાવનગર અને પલસાણામાં 1.42-1.42 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વાલિયામાં 1.18 ઇંચ, ધરમપુરમાં 1.06 ઇંચ, બારડોલીમાં 0.98 ઇંચ, સિનોરમાં 0.87 ઇંચ, બરવાળામાં 0.83 ઇંચ અને પારડીમાં 0.79 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ માત્ર 4.60 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 9.64 ઇંચ વરસાદ થવો જોઈએ. પરિણામે રાજ્યમાં સામાન્ય કરતાં 31 ટકા વરસાદની ખોટ નોંધાઈ છે, જેના કારણે ખેડૂતો ઉપરાંત જળાશયો અને ડેમોની સ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. આજે (18 જુલાઈ)થી આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. જ્યારે 21થી 23 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની અને વધુ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદી સ્થિતિ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે.
Related Articles
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ...
Aug 21, 2026
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શ...
Aug 19, 2026
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત, 6 હોસ્પિટલમાં દાખલ, ઉજ્જૈનથી આવી હતી દારૂની 28 પેટી
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત...
Aug 19, 2026
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપોર્ટમાં ધડાકો : કરોડો રૂપિયાની કમાણી છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપ...
Aug 19, 2026
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમાં 1649 ડ્રગ્સ કેસ નોંધાયા છતાં માત્ર 76ને સજા
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમા...
Aug 19, 2026
Trending NEWS
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026