Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

July 22, 2026

સુરત : ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી સાત દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે હવામાન વિભાગની નાઉકાસ્ટ હેઠળ પણ વલસાડ સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જે બાદથી સુરતના પલસાણામાં સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ગાળામાં જ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યાથી એક વાગ્યા માટે અતિ ભારે વરસાદની આગાહી કરતું રેડ એલર્ટ નાઉ કાસ્ટ હેઠળ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ ભરુચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ તથા બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.