અમેરિકાએ કેનેડા પર 50% ટેરિફ લાદ્યો, ટ્રમ્પે ભેદભાવનો આરોપ લગાવ્યો; બંને દેશો વચ્ચે ફરી ટ્રેડ વૉરની આશંકા
July 22, 2026
વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતા મોટાભાગના ઉત્પાદનો પર 50 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે કેનેડા અમેરિકાના ઓટોમોબાઇલ, આલ્કોહોલ, ડેરી સહિતના ઉત્પાદનો સાથે અન્યાયી ભેદભાવ રાખે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ આ નવો ટેરિફ 30 દિવસ બાદ અમલમાં આવશે.
ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકા અને કેનેડા વચ્ચે ફરી ટ્રેડ વૉર શરૂ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે આ પગલાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો વધુ તંગ બની શકે છે તેમજ ફુગાવો વધવાની શક્યતા પણ છે. ટ્રમ્પ સરકાર સત્તામાં આવે તે પહેલાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધુ મજબૂત માનવામાં આવતા હતા.
વહીવટી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે ચીન સિવાય કેનેડા એવો એકમાત્ર દેશ હતો, જેણે ટ્રમ્પના અગાઉના ટેરિફના જવાબમાં પ્રતિશોધાત્મક પગલાં લીધા હતા. અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પે 1930ના ટ્રેડ એક્ટની કલમ 338 હેઠળ ટેરિફ લાગુ કરવા માટે ત્રણ આદેશો પર હસ્તાક્ષર કર્યા છે.
ગયા વર્ષે અનેક ડેમોક્રેટિક સાંસદોએ આ કલમને રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમનું કહેવું હતું કે ટ્રમ્પ આ જોગવાઈનો ઉપયોગ અર્થવ્યવસ્થાને અસ્થિર કરવા માટે કરી શકે છે. નવા 50 ટકા ટેરિફમાંથી ઉર્જા ઉત્પાદનો, પોટાશ, માછલી અને મહત્વપૂર્ણ મિનરલ્સને મુક્તિ આપવામાં આવી છે, જ્યારે અગાઉ અમેરિકા-મેક્સિકો-કેનેડા વેપાર કરાર હેઠળ ટેક્સમુક્ત રહેલા કેટલાક માલસામાન હવે ટેરિફના દાયરામાં આવશે. 2020ના વેપાર કરારનું અમેરિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું ન હોવાથી હવે 2036 સુધી ચાલનારા નવા વાટાઘાટોના તબક્કાની શરૂઆત થઈ છે.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026