Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ; 150થી વધુ માર્ગો બંધ

July 22, 2026

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સાંજે 4 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ આખી રાત વરસાદ ચાલુ રહેતાં સવાર સુધીમાં વરસાદનો આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ વરસતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150થી વધુ માર્ગો બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

વાપી શહેરમાં સતત વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. જગનપાર્કના અનેક રો-હાઉસમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓને નુકસાન વેઠવું પડ્યું છે. ઉપરાંત જીઆઈડીસીની સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, હરિયા હોસ્પિટલ રોડ, કસ્ટમ રોડ અને સ્વામિનારાયણ ગુરુકુલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. શહેરના બંને મુખ્ય રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ચોમાસા પૂર્વે ગટર સફાઈ અને પ્રી-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન થતાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગટર વ્યવસ્થા વરસાદ સામે નિષ્ફળ સાબિત થઈ છે. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે.

બીજી તરફ કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે સવારે 7 વાગ્યે ડેમમાં 1,02,166 ક્યુસેક પાણીની આવક નોંધાતા જળસપાટી 74.35 મીટરે પહોંચી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડેમના 7 દરવાજા 3.10 મીટર અને એક દરવાજો 1.40 મીટર સુધી ખોલીને દમણગંગા નદીમાં 99,808 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે દમણગંગા નદી બંને કાંઠે વહી રહી છે.