Breaking News :
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ

ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

July 22, 2026

ટીમ ઈન્ડિયા 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની શરૂઆત કરશે. હરારેમાં રમાનારી આ શ્રેણીમાં ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ હેડ કોચની જવાબદારી સંભાળશે, જ્યારે ટીમનું નેતૃત્વ શ્રેયસ ઐયર કરશે. જોકે આ ફેરફાર માત્ર આ પ્રવાસ પૂરતો જ છે અને BCCIએ હેડ કોચના પદમાં કોઈ કાયમી બદલાવ કર્યો નથી.

23, 25 અને 26 જુલાઈએ રમાનારી ત્રણેય ટી-20 મેચ માટે લક્ષ્મણને ટીમ સાથે મોકલવાનો નિર્ણય ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે પ્રવાસ વચ્ચેના ખૂબ ઓછા સમયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગૌતમ ગંભીર હાલ પણ ટીમ ઈન્ડિયાના નિયમિત હેડ કોચ છે, જ્યારે વીવીએસ લક્ષ્મણ હાલમાં BCCIના સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)ના વડા તરીકે કાર્યરત છે.

ભારતીય ટીમે તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ કર્યો હતો, જ્યાં છેલ્લી વન-ડે 19 જુલાઈએ રમાઈ હતી. માત્ર ચાર દિવસ બાદ ઝિમ્બાબ્વેમાં ટી-20 શ્રેણી શરૂ થવાની હોવાથી BCCIએ લક્ષ્મણને આ પ્રવાસ માટે હેડ કોચ તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસે જશે, જ્યાં ટેસ્ટ અને ટી-20 શ્રેણી દરમિયાન ગૌતમ ગંભીર ફરી હેડ કોચ તરીકે ટીમ સાથે જોડાશે. BCCI અગાઉ પણ ટૂંકા વિદેશી પ્રવાસો માટે સેન્ટર ઑફ એક્સલન્સ અથવા NCAના કોચને ટીમ સાથે મોકલતી રહી છે.